Book Title: Uda Mehta Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 9
________________ શિવ અને જેનો દૂધ-પાણીની જેમ રહે છે. અહીં એક બાપના બે દીકરા એક ઘરમાં બે ધર્મ સુખેથી પાળતા સાથે વસે છે. હિંદુ અને મુસ્લિમો બંનેને અહીં સરખો ઇન્સાફ મળે છે. રે! હિંદુઓ મસ્જિદ બાંધે છે, પોતાના મુસ્લિમ બંધુઓ માટે ! પરધનમાં કોઈને રસ નથી, પરસ્ત્રીમાં પાપ મનાય છે, હિંસાથી શક્ય હોય ત્યાં સુધી સહુ દૂર રહે છે. અહીં બુદ્ધિધન મહામંત્રીઓ છે. દરિયો પી જનાર શાહસોદાગરો છે, પોતાની પોઠોથી ગામ વસાવનાર સાર્થવાહો છે, પતિ પાછળ પ્રાણ આપનાર સતીઓ છે. અહીંની ગણિકાઓ સતીનાં અરમાન રાખે છે. દિવસ પછી રાત આવે છે, એમ કોઈક વાર ઇતિહાસનાં અંધારાં અહીં પથરાયાં. આપણે આપણને વામણા જાણ્યા, આપણે હાથે આપણા ઇતિહાસ ભૂંડા રચાયા ! આજ ઇતિહાસનાં અજવાળાં પથરાયાં છે. આપણે આપણી ભૂમિને પિછાણીએ. એ પિછાન માટે ગુજરાતના એક વીર નરની કથા અહીં આપી છે. અફસોસની બીના છે કે આ વીર નરની આપણે જ હાથે ખોટી ઠેકડી થઈ છે. જીવ ગયો પણ રંગ રહ્યો' કહેવતની જેમ ઇતિહાસનો જીવ કાઢી મનના નવલ રંગને આપણે જાળવ્યો છે. એમાં ગુર્જરીના સપૂતને ફરી ઓળખીએ. અમને આશા છે, કે આ ચરિત્ર દેશની ઊગતી આશાઓને પ્રેરણા અને બળ આપશે. આ પુસ્તક પ્રથમ વાર લોકપ્રકાશન લિમિટેડ જેવી માતબર સંસ્થા દ્વારા પ્રગટ થયું હતું : એવી જ માતબર સંસ્થા શ્રી ગુર્જર દ્વારા ફરી પ્રકાશન પામે છે. બંનેનો આભારી છું. – જયભિખ્ખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 138