Book Title: Ucch Prakashna Panthe
Author(s): Bhanuvijay Gani
Publisher: Vardhaman Jain Tattvapracharak Vidyalay

View full book text
Previous | Next

Page 13
________________ સર્વજ્ઞનાં શાસ્ત્રોની પૂરેપૂરી જરૂર છે. એમાં મધ્યસ્થ અને બુદ્ધિકુશળ મુમુક્ષુ માટે સર્વજ્ઞ–વચનાનુસારી આ પંચસૂત્ર મહાશાસ્ત્ર કે જે મંદશક્તિવાળા દુષમકાળના જીવને ટૂંકમાં સર્વજ્ઞકથિત ધર્મને સાર જાણવા એક રત્નખાણ સમું છે, તેની અતિનિપુણ સૂત્ર રચના તે ભૂખ્યાને ઘેબર જેવી સ્વાદષ્ટિ છે. પ્રામાણિક શાસ્ત્રોમાં આ પંચસૂત્ર પ્રધાનપદે રહી માનવભવમાં મેક્ષ પ્રાપ્ત કરાવી આપનાર સાધનાનું બાલતું શાસ્ત્ર વતે છે. અનાદિ ભવસમુદ્રમાં અજ્ઞાનદશાવશ દુઃખના જ ઉપાય ક્યા દુઃખમય દશા ભેગવી ! દુઃખની પરંપરા જ વહી ચાલી ! અવ્યવહારનિગાદમાં એ અનંતાનંતકાળ નારકીથી અનંતગુણ દુઃખમય જન્મમરણાદિ અનુભવતાં, પછી ત્યાંથી છૂટીને વ્યવહાર નિગોદઆદિમાં એજ મહા મેહના ઉદયને લઈને અનંત પુદ્ગલપરાવર્ત વિતાવ્યા ! જેમાં કૃષ્ણ પક્ષીય અમાસ જેવા મનુષ્યભવ પણ પામ્યા અને હારી ગયા. હવે આજે જે સર્વજ્ઞ–શાસનની પ્રાપ્તિ થઈ છે તે એથી આસન્નભવી બનીને પંચસૂત્રના મહા પ્રકાશથી પશુ જીવનને પાર કરી આ ઉત્તમભવને અજવાળીને પરમેશ્વરના શાસન-રાજવાડામાં પ્રથમસૂત્રે બતાવેલ માર્ગનું આરાધન કરીએ, તે પાપને ક્ષય કરી સહજાનંદી ગુણેના બીજનું ભાજન બનાય. ત્યાં સમગ્ગદર્શનના શુક્લ પક્ષીય પૂનમ-ચાંદની જેવા પ્રકાશમાં પુણ્યાનુબંધી પુણોદય વધારતા જવાય, અને મોહને ક્ષય થતાં અંતે મોક્ષને પૂર્ણિમા-ચંદ્ર પ્રકાશી ઊઠે. એ સામર્થ્ય આ સૂત્રમાં છે. સંસારી જીવોમાં મોટે ભાગ બાળ-અજ્ઞાન હોય છે. પરંતુ જે મધ્યમ કોટિના મધ્યસ્થ સત્યાગવેષક જીવે છે, તેમાં ય અતિ અ૮૫સંખ્યાક જીવ ગંભીર સ્યાદ્વાદસમુદ્રમાં ઊતરે છે. એમને પ્રારંભે ભલે નાની પણ શુક્લપક્ષીય બીજચંદ્રરેખાને પ્રકાશઉદય થતાં એ આ પંચસૂત્રના સહારે પૂનમપ્રકાશરૂપે ઝળહળી બાહ્યાત્મામાંથી ઠેઠ પરમાત્મદશાએ પહોંચાડે છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 584