________________
૪૦૫
યતીત થયે પ્રભુને ચૈત્ર માસની કૃષ્ણ ચતુથી એ પૂર્વાહનકાળે દેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે શક્ર પ્રમુખ દેવતાઓએ આસન કપથી તે હકીકત જાણી, ત્યાં આવી સમવસરણુની રચના કરી. સમવસરણમાં રત્નસિંહાસન પર ખીરાજી પ્રભુએ દેશના આપી. અર્ધસેન, વામાદેવી, પ્રભાવતી વગેરેની દીક્ષા
પ્રભુની દેશના સાંભળી ઘણાએ દીક્ષા લીધી અને ઘણા શ્રાવક અન્યા. અશ્વસેન રાજાએ પણ પ્રતિબેાધ પામી તત્કાળ પેાતાના લઘુ પુત્ર હસ્તિસેનને રાજ્ય સોંપી દીક્ષા લીધી. વામાદેવી અને પ્રભાવતીએ પણ પ્રભુની દેશના સાંભળી, સંસારથી વિરકત થઈ માક્ષ સાધન કરાવનારી દીક્ષા લીધી. પ્રભુને આય દત્ત વગેરે દશ ગણુધરા થયા. પ્રભુએ તેમને સ્થિતિ, ઉત્પાદ અને વ્યયરૂપ ત્રિપદી કહી સંભળાવી. તે ત્રિપદી સાંભળી તેમણે દ્વાદશાંગીની રચના કરી. પાર્શ્વ પ્રભુના પરિવાર
શ્રી પાર્શ્વ་પ્રભુને સેાળ હજાર સાધુઆ, અત્રીશ હજાર સાધ્વીઓ, ત્રણસેા પચાસ ચૌદ પૂર્વધારી, એક હજારને ચારસા અવધિજ્ઞાની, સાડા સાતસા મન:પર્યવજ્ઞાની, એક હજાર કેવળજ્ઞાની, અગિયારસે વૈક્રિયલબ્ધિવાળા, સેા વાદીએ, એક લાખને ચાસઠ હજાર શ્રાવકે અને ત્રણ લાખ અને સીત્તોતેર હજાર શ્રાવિકાઓના પરિવાર થયેા. પા પ્રભુનુ' નિર્વાણ
પેાતાના નિર્વાણ સમય નજીક જાણી પાર્શ્વપ્રભુ સમેતશિખર ગિરિએ પધાર્યા. ત્યાં ખીજા તેત્રીસ મુનિએ સાથે પ્રભુએ અનશન ગ્રહણ કર્યું. શ્રાવણમાસની શુકલ અષ્ટમીએ, પાર્શ્વપ્રભુ તેત્રીશ મુનિ સાથે મેક્ષે ગયા.
ગૃહસ્થપણામાં ત્રીસ વર્ષ અને વ્રત પાળવામાં સીત્તેર વર્ષ એમ સે। વરસનું આયુષ્ય શ્રી પાર્શ્વનાથપ્રભુએ ભાગ.
* પંડિત શ્રી વીરવિજયકૃત શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણુક પૂજામાં પા નાથ પ્રભુનું જીવનચરિત્ર આપવામાં આવ્યું છે.