________________
દ્વાર ૪ થું (રર આગારને અર્થ)
૨૦૭
હારજ વચ્ચે હોય તે એક આહાર ગ્રહણ કરવો પણ કપે, કારણકે તે વધેલો આહાર વાપરીને ( તિવિહારથી છૂટી રહેલા) પાણી વડે મુખશુદ્ધિ કરી શકે છે.
તથા આ આગાર એકાશન એકટાણું-આયંબિલ-નવિઉપવાસ-છઠું-અને અઠ્ઠમ સુધીના પશ્ચ૦ માં હોય, તે ઉપરાંત દશભક્તાદ (ચાર ઉપવાસ આદિ) પચ૦ માં ન હોય. તથા આ આગારના સંબંધમાં બીજે પણ વિશેષ વિાધ છે તે સિદ્વાન્તથી જાણવા ગ્ય છે.
તથા વસ્ત્ર ન પહેરવા છતાં પણ અવિકારી રહેનારા એવા જિતેન્દ્રિય મહામુનિઓ અમુક અમુક પ્રસંગે (કટિવન્સ વિગેરે) વસૂનું પણ અભિગ્રહ પશ્ચ૦ કરે છે, તેવા વસ્ત્રના ત્યાગી-અભિગ્રહધારી મુનિ વસૂરહિત થઈ બેઠા હોય, અને તેવા પ્રસંગે જો કે ગૃહસ્થ આવે તે ઉઠીને તુર્ત ચલપટ્ટ પહેરી લે તે તે જિતેન્દ્રિય મુનિને વસ્ત્રના અભિગ્રહ પચખાણને ભંગ ન ગણાય, તે કારણથી પટ્ટરે આગાર રાખવામાં આવે છે. આ આગાર પણ મુનિને જ હોય, પરંતુ શ્રાવને નહિં. અહિં ચોલ એટલે પુરૂષચિન્હ તેને ઢાંકનારૂં પટ્ટ-વસ્ત્ર તે ચેલપષ્ટ કહેવાય એ શબ્દાર્થ છે.
વળી પ્રાવરણના પચ્ચખાણમાં અન્ન-સહ૦-ચલ-મહ૦ સવ્ય, એ પાંચ આગાર પૂર્વે ૧૭ મી ગાથામાં કહ્યા છે, તેથી સંભવે છે કે એ અભિગ્રહ એકાશનાદિક વિના જુદો પણ લઇ શકાય છે. અને તે પચ્ચખાણમાં “પાંગુરપાહિ વરહનલા”િ કથામi ઇત્યાદિ આલાપક ઉચ્ચારવામાં આવે છે.
૧ પ્રશ્ન –એ આગાર વર્તમાન સમયે અપાતા પચ્ચ૦ ના આલાવામાં કેમ બોલવામાં આવતો નથી ? ઉત્તર–વર્તમાનકાળમાં વસ્ત્રના પચ્ચ૦ નો અભાવ છે માટે, અને પ્રાચીનકાળમાં પણ કાઈક મુનિને અંગેજ એ આગાર ઉચ્ચરાવા હેવાથી પચ્ચ૦ ના આલાવામાં હંમેશ માટે સંબંધવાળો ન હોય, એમ સંભવે છે. વળી સાધ્વી હંમેશાં વસ્ત્ર ધારા જ હોય માટે સાધવીને પણ એ આગાર નથી.
I
!
'
.