Book Title: Trailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 29
________________ ર૭. વિદેહાદિ ક્ષેત્રમાં ત્રણ મૂહર્તની વિચારણા. આવે ત્યારે પૂર્વે ૧૮ મુહૂર્ત પ્રમાણનું જે દિનમાન અને ૧૨ મુહૂર્ત પ્રમાણુનું રાત્રિમાને કહ્યું હતું તે યથાર્થ આવી રહે, આ પ્રમાણે ૧૮૩ અહોરાત્રવડે પ્રથમ દક્ષિણાયન સમાપ્ત થયા બાદ તેટલા જ ૧૮૩ અહેરાત્રવડે ઉત્તરાયણ સમાપ્ત થાય, એ બને અયનને (૬૬ માસ કાળવડે એક સૂર્ય સંવત્સર– પણ સમાપ્ત થાય.) અહીંયા એટલું વિશેષ સમજવું કે જ્યારે સૂર્ય સર્વાભ્યન્તર મંડળે હોય ત્યારે મોટામાં મોટો ૧૧૮ મુહૂર્ત પ્રમાણ દિવસ હાય (શાસ્ત્રીય ગણિતથી જેમ પહેલા વર્ષે આષાઢી પૂનમે) અને સર્વબાહ્યમંડળે સૂર્ય હોય ત્યારે નાનામાં નાને ૧૨ મુહૂર્ત પ્રમાણ દિવસ થયેલ હોય (જેમ પહેલા વર્ષે માઘ વદી ૬ હે શાસ્ત્રીય માઘમાસનો છઠ્ઠો દિવસ.) એ પ્રમાણે જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળે હોય ત્યારે રાત્રિ ઓછામાં ઓછી ૧૨ મૂહુર્ત પ્રમાણ હોય જેમ પહેલાવર્ષે આપણી શાસ્ત્રીય આષાઢી પૂનમે, અને જ્યારે સર્વબાહ્યમંડળે હોય તદા રાત્રિમાન વધારામાં વધારે ૧૮ મુહૂર્તનું હાય (જેમ પહેલા વર્ષે માઘ વદી ૬ હે). આથી એ થયું કે સમગ્ર સંવત્સરમાં મહાટામાં હોટ એક જ દિવસ અને ન્હાનામાં નાનો પણ એક જ દિવસ હોય, બાકીના કેઈ પણ મંડળે રાત્રિમાન તથા દિનમાન વધઘટ પ્રમાણુવાળું હાય. વિવિક્ષેત્રમાં ત્રણ મુહૂર્તને જે વિવાળા – જ્યારે મેરૂપર્વતના દક્ષિણાદ્ધભાગે (નિષધથી શરૂ થયેલે સૂર્ય સ્વચારિત અદ્ધમંડલના મધ્યભાગે આવે ત્યારે) અને ઉત્તરભાગે-ઉત્તરાર્ધ્વ એટલે નીલવંતપર્વતથી શરૂ થતો સૂર્ય જ્યારે સ્વચારિત ઉત્તર તરફ ચરવાના મંડળના મધ્ય ભાગે * ૭૧ સભ્યન્તર મંડળે સૂર્યની ગતિ પૂનમીયા મહીના પ્રમાણે અને જેની પંચાંગ પ્રમાણે બીજા અષાઢ શુદિ પૂનમે શ્રાવણ વદિ ૧૨ સે. શ્રાવણ શુદિ ૯ મીએ, શ્રાવદિ ૬ છે. અને શ્રા, શુદિ ૩ જે એ જ નિયત માસ-તિથિઓમાં હોય અને એ જ વખતે ૧૮ મુ. દિ૦ અને ૧૨ મુ. રાત્રિમાન હોય અને એ દિવસોમાં પ્રાતૃ ઋતુનો પ્રથમ દિવસ અને ૩૧ મો દિવસ જ (અથવા ૩૧ મી તિથિ હોય, અને ૩૧ મો દિવસ વ્યતીત થયેલ હોય અને તિથિ પ્રાયઃ પૂર્ણ થયેલી હોય ). ૭૨ ત્યારે હેમન્તઋતુ માઘમાસ પૂનમીયા મહીના તથા જેની પંચાંગ પ્રમાણે માગ વદિ ૬, માઘ શુદિ ૩, પિષ શુદિ ૧૫, માઘ વદિ ૧૨, માઘ શુદિ ૯ એ જ નિયત દિવસોમાં ૧૨ મું. રાત્રિ અને ૧૮ મુ. દિનમાન હોય અને હેમન્તઋતુને ૩૧ મે દિવસ અથવા ૩૧ મી તિથિ યુગની અપેક્ષાઓ જાણવી.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64