Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 48
________________ ઉપસ્થિતિ અનુપસ્થિતિવત્ ગુરુદેવ પર પ્રેમ સાકર સામે જ હોવા છતાં જીભ જ બગડેલી છે. સાકરમાં રહેલ મીઠાશનો અનુભવ ક્યાંથી થવાનો? - ગુરુદેવ સામે જ છે. સંયમજીવનની બધી જ આરાધનાઓ આપણે એઓશ્રીની નિશ્રામાં રહીને જ કરીએ છીએ, એમની આજ્ઞાનું પાલન પણ કરીએ છીએ આપણે. એમની ભક્તિમાં ય કોઈ કચાશ રાખતા નથી. આપણે પણ સબૂર !! એઓશ્રી પ્રત્યે હૃદયનું કોઈ જ આંતરિક જોડાણ નથી. એઓશ્રી પ્રત્યેના બહુમાનભાવથી હૃદય સર્વથા શૂન્ય છે. એઓશ્રીનાં દર્શન-વંદન કે સ્પર્શનમાં લેશ સંવેદનશીલતાની અનુભુતિ આપણને નથી. જો આ સ્થિતિ છે આપણાં હૃદયની તો સમજી રાખવું કે આપણા માટે ગુરુદેવની ઉપસ્થિતિ અનુપસ્થિતિવત્ છે. કરશું બધું જ, પામશું કાંઈ જ નહીં સાકર સરસ છે તો સાથોસાથ જીભ પણ સરસ છે. મીઠાશની અનુભૂતિ થવાની બાબતમાં પછી કોઈ શંકા જ ક્યાં રહે છે ? ગુરુદેવશ્રી તો હાજર છે જ પરંતુ હૃદયમાં એઓશ્રી પ્રત્યેનો બહુમાનભાવ પણ હાજર છે. અને એટલે જ ગુરુદેવની ઉપસ્થિતિમાં આપણે આનંદ અનુભવીએ છીએ, ક્યારે ક કોક કારણસર ગુરુદેવશ્રીથી દૂર રહેવું પડે છે તો એઓશ્રીની અનુપસ્થિતિમાં આપણે વેદના પણ અનુભવીએ છીએ. પણ સબૂર ! આ મનોવૃત્તિનું સ્તર છે, ગુરુદેવ પરના પ્રેમનું. આત્મવિકાસ જરૂર પણ એની માત્રા મર્યાદિત. અધ્યવસાયોની વિશુદ્ધિ ખરી પણ એની ઊંચાઈ મર્યાદિત. હૃદય ભીનું ખરું પણ સગુણોના ઉઘાડની લીલાશ એકદમ તીવ્ર નહીં!

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50