________________
(૩૧) અપરિમિત દાનેવડે જે વિદ્વાનોની દુર્દશા ટાળતે હતે. ધર્મ ધુરંધરોમાં અગ્રણી એવા તે મંત્રીએ તે ગિરીંદ્રના અભુત શેભા-સમૂહને જોતાં અંત:કરણમાં વિચાર કર્યો કે –
“રાજાના સન્માનને પ્રાપ્ત કરીને જે મનુષ્ય, પિતાના રાજસ ભાવને તજી હિતકારક ધર્મમાં મગ્ન થતો નથી, તે કૃતદનને સુખ-સંપદાઓ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? કહ્યું છે કે-“ધર્મથી એશ્વર્ય પ્રાપ્ત કરનાર જે મનુષ્ય, ધર્મને જ હણે સ્વામિ-દ્રોહરૂપ પાતક કરનાર તે, ભવિષ્યમાં શુભ કેવી રીતે મેળવી શકે?”
વિમલ ઉદયવાળા, ઇંદ્રને જીતે તેવા તેજવાળા વિમલમંત્રીએ પૅઢ પ્રભુતાને પ્રાપ્ત કરીને જગતને આનંદ આપનારૂં, શ્રી આદિજિનેશ્વરનું ઉંચું ચિત્ય કરાવીને અબ્દ (આબૂ) પર્વતને વિમલાચલ જેવો કર્યો.
અમરેને પણ આશ્ચર્ય કરનારા, પુણ્યાત્મા પાસલિ મંત્રીએ અંબિકાના પ્રસાદથી જગને આહ્લાદ ઉપજાવે તેવા, નેમિનાથના પ્રાસાદને ઉદ્ધાર કરીને આરાસણ નામના પર્વતને રેવત દૈવત( ગિરનાર) જે ઉચ્ચ કર્યો.
જગતને જીવિતદાન આપનારા મારપાલદેવે તારંગપર્વતને, ચિત્રકૂટ(ચિત્તોડ) પર્વતને, ઈલદુર્ગ(ઇડરગઢ) ગિરીશ્વરને, સુવર્ણશિખર (સેનગિર-જાલેરગઢ)ને તથા પારકર પર્વતને વસુધાના આધારભૂત તીર્થરૂપ બનાવ્યા.
તેવી રીતે મારે પણ આ પર્વત (પાવાગઢ)ને અનું ચિત્ય કરાવીને ભવરૂપી સાગરથી તરવાની ઈચછાવડે તીર્થરૂપ કરે જોઈએ.