Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ લોકાન્તિક દેવો પોતાના આ નિવાસ સિવાય કોઈ કલ્પમાં વસતા નથી કે કલ્પાતીત એવા રૈવેયક અને અનુત્તરમાં પણ વસતા નથી..
૪ અણવર સમુદ્રમાંથી અત્યન્ત કાળા અંધકારમય પુદ્ગલોનો જથ્થો ઊંચે પાંચમા દેવલોક પહોંચે છે તે એટલો બધો અંધકારમય છે કે જેમાં દેવોને એકલા જતાં પણ બીક લાગે છે, તેમાં કેવળ તમેસ્કાય જીવો જ ભરેલા છે તેની ઉપર વિચિત્ર ચોરસ જેવા આકારે બબ્બે કૃષ્ણરાજીઓ ગોઠવાએલી છે. બબ્બેની વચ્ચે એક એક એમ આઠ વચલાગાળામાં આઠ લોકાન્તિકદેવોના વિમાનો આવેલા છે છેલ્લું અરિષ્ઠવિમાન પાંચમા દેવલોકથી કંઇક નીચે મધ્યમાં આવેલું છે.]
$ જબૂદ્વીપથી તીર્ઝા અસંખ્ય દ્વીપસમુદ્દો ગયા પછી અરૂણવર નામનો દ્વીપ રહેલો છે આ દ્વીપનો વિસ્તાર અસંખ્ય યોજન પ્રમાણ છે. તેને વીંટાઈને અરુણવર સમુદ્ર રહેલો છે.
અરણદ્વીપની બાહ્ય વેદિકાના છેડાથી લઈને અરૂણવરસમુદ્રમાં ૪૨૦૦૦યોજન ગયા બાદ જલના ઉપરતળથી ઉંચે અપકાયનો મહાન વિકાર હોય છે. અને તેવિકાર તમસ્કાય નામે ઘોર અંધકારરૂપે ચારે બાજુ આ સમુદ્ર ને વલયાકૃતિથી વિંટાઈને રહેલો છે.
આ તમસ્કાય ૧૭૨૧ યોજન ઊંચો-સમાન ભીંતનો આકારે રહેલો છે. ત્યાંથી તીર્થો વિસ્તરી રહેલા એતમસ્કાયનો ઘેરાવો અસંખ્યાતાયોજનોનો હોય છે. સતત ઉંચો ધસી રહેલો આ તમસ્કાય જઈને બ્રહ્મલોકના ત્રીજા પ્રતરે અટકે છે.
આતમસ્કાયનીચેવલયાકૃતિ જેવો છે. વચ્ચેશરાવસંપુટ-ઉંધાચત્તાકોડીયાનાઆકારે છે અને ઉપરકકડાના પાંજરા સમાન આકૃત્તિ બને છે. આદિથી માંડીને ઉર્ધ્વ સુધી સંખ્યાત યોજનનો બને છે ત્યાર પછી અસંખ્ય યોજન વિસ્તાર વાળો અને વૃત્તાકારે પણ અસંખ્ય યોજન છે.
જો કેતમસ્કાયસ્વયંસંખ્યાત યોજનવિસ્તૃત છે. તો પણ તેની અંદર અસંખ્યદ્વીપ-સમુદ્ર આવી જતા હોવાથી તેનો પરિક્ષેપ અસંખ્ય યોજન કહ્યો છે.
જેરિષ્ટનામના પ્રતરે આતમસ્કાય અટકે છે. તે પ્રતરનારિષ્ટનામના ઈન્દ્રકવિમાનની ચારેબાજુ પૃથ્વીરૂપે પરિણામ પામેલા જીવોના પુદ્ગલવાળી બે-બે કૃષ્ણરાજી છે તે આ પ્રમાણે
– પૂર્વ દિશામાં બે કૃષ્ણરાજી છે કે જે દક્ષિણ-ઉત્તર લાંબી છે અને પૂર્વ-પશ્ચિમ પહોળી છે. - દક્ષિણ દિશામાં બે કૃષ્ણરાજી છે કે જે પૂર્વ-પશ્ચિમ લાંબી છે દક્ષિણ-ઉત્તર પહોળી છે. -પશ્ચિમ દિશામાં બે કૃષ્ણરાજી છે જે દક્ષિણ-ઉત્તર લાંબી ને પૂર્વ-પશ્ચિમ પહોળી છે. -ઉત્તર દિશામાં બે કૃષ્ણરાજી છે જે પૂર્વ-પશ્ચિમ લાંબી છે અને દક્ષિણ-ઉત્તર પહોળી છે.
કૃષ્ણરાજી નો આકારઃ-પૂર્વ-પશ્ચિમમાં રહેલી બાહ્ય કૃષ્ણરાજી તેષટ્કોણ છે દક્ષિણઉત્તરમાં રહેલી બાહ્ય કૃષ્ણરાજી તે ત્રિકોણ છે.
જયારે અભ્યન્તર એવી ચારે કૃષ્ણરાજીઓ ચતુષ્કોણ છે
આ કૃષ્ણરાજીના આઠ આંતરડામાં આઠ લોકાંતિક વિમાનો છે જેના નામ છે અર્ચિ,અર્ચિમાલી,વૈરોચન,પ્રભંકર,ચન્દ્રાભ,સૂર્યાભ, શુક્રાભ, સુપ્રતિષ્ઠાભ
[અને સર્વે કૃષ્ણરાજી ની મધ્યમાં રિષ્ટ નામક વિમાન છે.] આ આઠે [-નવે] વિમાનોમાં લોકાન્તિક દેવોનો આવાસ કહેલો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org