Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [6] અનુવૃતિ આ સૂત્રમાં કોઈ અનુવૃત્તિ નથી. 0 [7] અભિનવટીકાઃ આ અધ્યાયમાં સર્વ પ્રથમ નરકને આશ્રીને સૂત્ર બનાવેલ છે. પણ તેના સ્થાન નિર્ધારણ માટે લોકના સ્વરૂપનો ખ્યાલ મેળવવો આવશ્યક છે. જ લોકનું સામાન્ય સ્વરૂપ આ લોકના સ્વરૂપને ઉપમાથકી જણાવે છે કેચિરકાળથી ઊંચા ધ્વાસે રહેલો હોવાથી તથા વૃદ્ધાવસ્થાને લીધે થાકી ગયેલો કોઈ પુરુષ કેડપર બે હાથ મૂકીને ઉભો હોય તેવો આ લોક છે. આ લોક શાશ્વત છે. કોઈએ તેને ધારણ કરેલનથી. કોઈએ બનાવ્યોનથી એ સ્વયંસિદ્ધ છે. તેમજ આશ્રય અને આધાર વિના આકાશમાં રહેલો છે. આવા આ લોકના ચૌદ વિભાગ કલ્પેલા છે. તેના પ્રત્યેક વિભાગને રજજુ અથવા રાજ કહે છે – સાતમી નારકીના તળે થી તેનો આરંભ થાય છે. અને સિદ્ધશીલા પાસે સમગ્ર લોકનો અંત થતા ચૌદ રાજલોક પૂર્ણ થાય છે. આ લોકના ત્રણ ભાગ કહેવાય છે. અધઃ, મધ્ય, ઉર્ધ્વ. ઉર્ધ્વભાગમાં રહેલો છે, ક્ષેત્રપ્રભાવથી શુભ પરિણામીદ્રવ્યોનો સંભવ છે માટે તેને ઉર્વલોક કહે છે. મધ્યમાં આવેલો હોવાથી તેમજ મધ્યમ પરિણામવાળા દ્રવ્યોનો સંભવ હોવાથી તેને મધ્યલોક કહે છે. અને અધઃ નીચેના ભાગરૂપે હોવાથી તેમજ બહુલતાએ દ્રવ્યોના અશુભ પરિણામોનો સંભવ છે માટે અધોલોક કહે છે. રત્નપ્રભાનારકીનીઉપરના બેસુલ્લકપ્રતરમાં મેરૂનીઅંદરના કંદના ઉદ્ઘભાગમાં આઠ પ્રદેશો વાળો રૂચક આવેલો છે. જે બે પ્રતર છે તેમાં ઉપલા પ્રતરમાં ગાયના આંચળની જેમ ચાર આકાશ પ્રદેશ રહેલા છે. તે જ રીતે નીચેના પ્રતરમાં પણ ચાર પ્રદેશ રહેલા છે. આ રીતે નીચે-ઉપર રહેલા એ આઠ પ્રદેશોને જ્ઞાની પુરુષો “ચોરસરૂચક” એવા નામથી ઓળખે છે. આ આઠ રૂચક પ્રદેશોથી ૯૦૦ યોજન ઉપર અને ૯૦૦ યોજન નીચે એટલો મધ્યલોક છે. – રૂચકથી ૯૦૦ યોજન પછીનો ભાગ તે ઉર્ધ્વલોક છે. - રૂચકથી ૯૦૦યોજન પછીથી લોકના નીચેના છેડા સુધીનોભાગ તે અધોલોક છે. આ અધોલોકમાં નારકોના નિવાસસ્થાનો આવેલા છે. નારકોના નિવાસસ્થાનની ભૂમિને નરકભૂમિકહે છે. આવી ભૂમિની સંખ્યા સાત છે. જે પ્રસ્તુત સૂત્રનો પ્રતિપાદ્ય વિષય છે. જ રત્નપ્રભાદિ સાત પૃથ્વીઓ – સૂત્રમાં રત્ન વગેરે શબ્દોને અંતે સૂત્રકારે મૂકેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 170