Book Title: Tattvartha Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1014
________________ ગુજરાતી અનુવાદ અ. પધાતકીખંડઅને પુષ્પરાર્ધમાંભરતાદિબબ્બક્ષેત્રનું પ્રરૂપણુસૂ.૩૧ ૨૨ તેના ઉપર કહેલાં બંને વિભાગોમાં ભરત વગેરે બધાં પૂર્વોક્ત ક્ષેત્ર છે અને હિમવન્ત પર્વત છે આથી બે ભરતક્ષેત્ર, બે હિમવન્ત પર્વત, બે હૈમવત ક્ષેત્ર, બે મહાહિમવાનું પર્વત, બે હરિવર્ષ, બે નિષધ પર્વત, બે મહાવિદેહ, બે નીલવન્ત પર્વત, બે રમ્યવષ, બે રૂકિમ પર્વત, બે હૈરણ્યવત ક્ષેત્ર, બે શિખરી પર્વત અને બે એરવતવર્ષ છે. ચોથા મહાવિદેહ ક્ષેત્રમાં બે દેવકુરૂ અને બે ઉત્તરકુરૂ છે આ રીતે જમ્બુદ્વીપમાં જે હિમવન્ત આદિ વર્ષધર પર્વત છે તેમના વિસ્તારથી ધાતકીખણ્ડ દ્વીપમાં સ્થિત હિમવન્ત આદિ પર્વતેને વિસ્તાર બમણો–બમણ છે આ વર્ષધર પર્વત પૈડાના આકારમાં સ્થિત છે. ધાતકી નામક વૃક્ષના કારણે જ તે દ્વીપ ધાતકીખંડ કહેવાય છે. ધાતકીખણ્ડ દ્વીપને ચારે બાજુએથી ઘેરી વળેલો કાલોદધિ સમુદ્ર છે. તેનો વિસ્તાર આઠ લાખ યોજનનો છે તેમાં પણ બે-બે ભરત આદિ ક્ષેત્ર છે. કાલેદ સમુદ્રની ચારે બાજુ પુષ્કરદ્વીપ છે તેને વિસ્તાર સોળ લાખ જનન છે. આ રીતે જમ્બુદ્વીપની અપેક્ષા પુષ્કરાળં ક્ષેત્રમાં બે ભરતક્ષેત્ર છે, બે હિમવત પર્વત છે, બે હૈમવત ક્ષેત્ર છે, બે મહાહિમવાન પર્વત છે, બે હરિવર્ષ છે, બે નિષધ પર્વત છે, બે મહાવિદેહ છે બે નીલવન્ત પર્વત છે, બે રમ્યકવષ છે, બે રૂકિંમપર્વત છે, બે હૈરણ્ય વત ક્ષેત્ર છે, બે શિખરી પર્વત છે અને બે અરવત ક્ષેત્ર છે. બે દેવકુરૂ અને બે ઉત્તરકુરૂ છે. ધાતકીખડ દ્વીપમાં હિમવન્ત વગેરે પર્વતોને વિસ્તાર જેટલે કહેવામાં આવ્યો છે. તેટલો જ વિસ્તાર પુષ્કરાઈ દ્વીપમાં પણ સમજવો. જેવી રીતે ધાતકીખડ દ્વીપમાં બે ઈવાકાર પર્વત અને બે મન્દર પર્વત છે તે જ રીતે પુષ્કરાઈ દ્વીપમાં પણ છે. જબૂદ્વીપમાં જે સ્થળે જબૂવૃક્ષ છે, પુષ્કરદ્વીપમાં તે સ્થળે પુષ્કર નામક વૃક્ષ સહ.. પરિવાર સ્થિત છે. આ વૃક્ષને કારણે જ તેનું નામ પુષ્કરદ્વીપ પ્રચલિત છે. પુષ્કરદ્વીપની મધ્યમાં માનુષેત્તર પર્વત હોવાથી તેના અડધા-અડધા એવા બે ભાગ થઈ ગયા છે આથી તેને પુષ્કરાઈ કહે છે. સ્થાનાંગસૂત્રના બીજા સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં સૂત્ર ૯૯૨ માં કહે છે—ધાતકીખણ્ડ દ્વીપનાં પૂર્વાર્ધમાં મેરૂ પર્વતની ઉત્તર દક્ષિણમાં બે વર્ષ (ક્ષેત્ર) કહેલાં છે જે તદ્દન એક સરખાં છે તે છે ભરત અને અરવત, ઈત્યાદિ..... ધાતકીખડ દ્વીપના પશ્ચિમાર્ધમાં મેરૂ પર્વતથી. ઉત્તર અને દક્ષિણમાં બે ક્ષેત્ર કહેવામાં આવ્યા છે, જે તદ્દન એક સમાન છે, તે છે ભરત અને અરવત ઈત્યાદિ. આગળ ચાલતાં સ્થાનાંગસૂત્રમાં જ બીજા રૂાનના ત્રીજા ઉપદેશકના સૂત્ર ૯૩ માં કહ્યું છે પુષ્કરવરદ્વીપના પૂર્વાર્ધ ભાગમાં મેરૂપર્વતથી ઉત્તર દક્ષિણમાં બે ક્ષેત્ર કહેવામાં આવ્યા છે જે બિલકુલ એક સરખાં છે તે છે ભરત અને અરવત ઈત્યાદિ સઘળું પૂર્વવત જ સમજી લેવાનું છે જેમકે બે કુરૂ કહેવામાં આવ્યા છે’ ૩૧ “વાજુનોત્તમો દુર્ઘ મજુ' ઇત્યાદિ

Loading...

Page Navigation
1 ... 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020