Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 737
________________ ६९० तत्त्वन्यायविभाकरे ૦ ત્યાં વ્યંજનનો ભેદ=જેમ કે - ‘ધમ્મો મનનમુકૢિ' એમ બોલવું જોઈએ તેના બદલે ‘પુછ્યું વlાળમુક્કોસ' ઇત્યાદિ વ્યંજનભેદનું ઉદાહરણ છે. ૦ અર્થભેદ તો ‘આવંતિ યાવંતિ વિઘ્નામુસંતિ' આવા આચારસૂત્રમાં ડેલા કોઈ લોકમાં-આ પાખંડી લોકમાં વિપરામર્શ કરે છે.’ આવા પ્રકારના અર્થકથન બદલે ‘અવન્તિદેશમાં રજ્જુ પડી ગઈ, લોક કુવામાં શોધે છે.' ૦ તદુભયનો ભેદ તો બંનેના પણ યથાર્થતાના ઉપમર્દનથી થાય છે. જેમ કે- ‘ધર્મોમામુત્કૃષ્ટ: અહિંસાપર્વતમસ્ત ।' અહીં વળી દોષ, વ્યંજનભેદ થયે છતે અર્થમાં ભેદ થાય છે અને અર્થના ભેદમાં ક્રિયાનો ભેદ થાય છે તથા તે ક્રિયાના ભેદમાં મોક્ષનો અભાવ થાય છે, તેમજ તે મોક્ષના અભાવમાં દીક્ષા નિરર્થક થાય છે. આ પ્રમાણે જે જ્ઞાનાચારની પ્રતિસેવના કરે છે, તે ‘જ્ઞાનપ્રતિસેવનાકુશીલ' જાણવો. ૦ એ પ્રમાણે દર્શન એટલે દર્શનાચારને જે વિપરીતપણાએ સેવે છે, તે ‘દર્શનપ્રતિસેવનાકુશીલ’ કહેવાય છે. દર્શન એટલે સમ્યક્ત્વ. તેનો આચાર નિઃશંક્તિપણું આદિ આઠ પ્રકારનો છે. નિઃશંકિતનિષ્કાંક્ષિત-નિર્વિચિકિત્સ-અમૂઢદૃષ્ટિ-ઉપબૃહણ-સ્થિરીકરણ-વાત્સલ્ય-પ્રભાવનાના ભેદથી દર્શનાચાર આઠ પ્રકારનો છે. ૦ શંકિતત્વ એટલે સંદેહ. તેનો અભાવ નિઃશંકિતત્વ. કાંક્ષા એટલે બીજા બીજા દર્શનનું ગ્રહણ. તેનો અભાવ નિષ્કાંક્ષિત. વિચિકિત્સા એટલે યુક્તિ અને આગમથી સિદ્ધ પણ અર્થમાં મતિનો વિભ્રમ, ધર્મના ફળ પ્રત્યે સંદેહ-સંમોહ (મુંઝવણ), તેનો અભાવ નિર્વિચિકિત્સ.' અમૂઢ એટલે અવિચળ તપવિદ્યા-અતિશય આદિ રૂપ કૃતીર્થિકોની ઋદ્ધિ દેખવા છતાં અમોહસ્વભાવવાળી દષ્ટિ એલે સમ્યગ્દર્શન ‘અમૂઢષ્ટિ.’ ઉપબૃહણ એટલે સમાન ધર્મવાળાઓના ખામણા (ક્ષમાપના), વૈયાવૃત્ય આદિ સદ્ગુણોની પ્રશંસાદ્વારા તે તે ગુણમાં વૃદ્ધિ કરવી. સ્થિરીકરણ એટલે ધર્મથી અસ્થિર થનારા (સીદાતા)ને તે ધર્મમાં જ ચારૂવચનની ચતુરતાથી સ્થાપિત કરવા. વાત્સલ્ય એટલે સમાન દેવ-ગુરુ-ધર્મવાળાઓનો ભોજનવસ્રદાન-ઉપકાર આદિથી-સન્માન સત્કાર કરવો. પ્રભાવના એટલે ધર્મકથા-પ્રતિવાદીવિજય-દુષ્કર તપસ્યા કરવા આદિથી જિનવચનનું પ્રકાશન. જો કે જૈનશાસન શાશ્વત હોવાથી, તીર્થંકરથી ભાષિત હોવાથી અને સૂર-અસુરોથી પૂજિત હોવાથી સ્વયમેવ દીપ્તિમાન હોય છે. તો પણ પોતાની દર્શનશુદ્ધિની ઇચ્છાવાળો જે જે ગુણથી મહાન છે, તે તે ગુણથી જૈનશાસનની પ્રભાવના કરે છે. જેમ કે-ભગવાન આચાર્ય વજસ્વામિજી વગેરે. ૦ તેથી આવા દર્શનાચારની જે પ્રતિસેવના કરે છે, તે ‘દર્શનપ્રતિસેવનાકુશીલ’ કહેવાય છે. ૦ આ પ્રમાણે આઠ ચારિત્રાચારો, ઉપયોગવ્યાપારથી યુક્ત સાધુની પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ કહેવાય છે. તે ચારિત્રાચારોની જે પ્રતિસેવના કરે છે, તે ‘ચારિત્રપ્રતિસેવનાકુશીલ’ કહેવાય છે. ૦ તપના આચારો બાહ્ય-અભ્યન્તરરૂપ બાર પ્રકારના છે. તે તપના આચારોનો વિરાધક તપઃપ્રતિસેવનાકુશીલ’ કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776