Book Title: Tattvamrut Chetodutam Jambudwip Samas
Author(s): Jinshasan Aradhak Trust
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 148
________________ [ પ ] પાદવાળે આ ઉન્નત શ્રી ચંદ્રગચ્છ ઉદયાદ્રિ પર્વતની જે પ્રશસ્ત છે. ૧. આ ચંદ્રગછમાં કામદેવનો નાશ કરનાર, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવામાં હેતુરૂપ તથા અન્ય જીવોને તારવાની રૂચિવાળા સૂર્યસમાન શ્રી અભયદેવ પ્રભુ ઉદય પામ્યા છે. ૨. આ જગતમાં દક્ષિણ દિશામાં નિવાસ કરતાં છતાં પણ ઉત્તરદિશામાં ઉદય પામીને વાદરૂપી મોટા સમુદ્રને ઉતરીને તેમણે આ વિશ્વ અત્યંત પ્રકાશિત કર્યું છે. ૩. તેમના (અભયદેવ સૂરિના) શિષ્ય ધનેશ્વર પ્રભુ થયા છે. તેઓ અસંખ્ય ગુણના સમૂહરૂપ સૂર્યના ઉદયવડે ઉલ્લાસ પામેલા, કવિઓના હર્ષને માટે નિર્મલ સત્ સ્વરૂપને અત્યંત વિસ્તારતા અને દેશાગમના દ્વેષ કરનાર હતા. તથા આ લેકને વિષે નયના રાગના સંગવડે સુભગ એવા પદુમના સરખું આચરણ કરતા છતાં પણ ભવ્યરૂપી ભ્રમરાઓ વડે સેવાતા હતા. ૪. આ ચાર શ્લેકને અર્થ વિશેષ સ્પષ્ટતા સાથે પં. શ્રી ધર્મવિજયજીએ લખી મોકલેલ છે તે નીચે પ્રમાણે તુ મા [ ગુણેની અપેક્ષાએ ] ઉન્નત, ક્ષમાને ધારણ કરનાર મુનિઓવડે જે (ગ૭)ની અદ્ભુત અને અને અતિશય પ્રશંસા કરવામાં આવી છે, પર્વતના જેવી નિશ્ચલ અચિત્ય પ્રભાવાલી અને પવિત્ર મર્યાદાને જે ધારણ કરનાર છે, દેદીપ્યમાન તેજના મહિમાથી જે સંપન્ન છે. જે (ગચ્છમાં વર્તતા મુનિઓ) ના ચરણકમલે જગતમાં વંદનીય છે એ પ્રશંસનીય શ્રીચંદ્રગછ ઉદયાચલની માફક શોભે છે.

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184