Book Title: Tattvagyanni Gufama Aatmani Anubhuti
Author(s): Suresh Shah
Publisher: Mumbai Jain Yuvak Mahasangh

View full book text
Previous | Next

Page 41
________________ પર છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઈદ્રિયના વિષયનું, પણ આત્માને ભાન. પ૩ દેહ ન જાણે તેહને, જાણે ન ઈદ્રી, પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. ૫૪ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. પપ ઘટ પટ આદિ જાણ તું, તેથી તેને મા ; જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન? પ૬ પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હોય જો આત્મા, ઘટે ન આમ વિકલ્પ. પ૭ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકલપણું પામે નહીં, ત્રણે કાળ દ્રયભાવ. ૫૮ આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એક અમાપ. ૪૯ થી ૧૮-પહેલી શંકાનું સમાધાન-આત્માના લક્ષણ જાણવાથી તેનું ભાન થશે. મ્યાનમાં રહેલી તલવારનું અસ્તિત્વ જુદું છે તેમ દેહમાં આત્મા પ્રગટ છે, જે અનુભવથી જણાય છે. પાંચ ઈદ્રિયોનું જ્ઞાન આત્માને છે તેથી આત્માની સત્તાથી દેહની ક્રિયા થાય છે. જન્મ તથા મરણ આત્માના પ્રગટપણાનો અનુભવ કરાવે છે. મિથ્થા દશામાં શિષ્ય પુદ્ગલ દેહને માને છે અને જે ચેતન દેહને જાણે છે, તેને તું માનતો નથી. દેહ જો આત્મા હોત તો જાડા-પાતળા માણસની સત્તા વધારેઓછી હોઈ શકે. જડ અને ચેતનનો સ્વભાવ ભિન્ન છે તેથી શિષ્ય તારામાં રહેલા આત્માની શંકા નહી કર. ૨) શંકા - શિષ્ય ઉવાચ ૫૯ આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102