Book Title: Tarkbhasha Vartikam
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦. તર્કભાષાના રચયિતા પં. કેશવમિશ્ર - જીવન અને સમય અન્ય ભારતીય સાહિત્યકાર અને દાર્શનિકોમાં ઈતિહાસ પરત્વે જેવી ઉદાસીનતા જોવા મળે છે, તેવી જ ઉદાસીનતા પં. કેશવમિશ્રમાં પણ જોવા મળે છે. તેમણે પોતાના વિશે કાંઈ વિશેષ ઉલ્લેખ કર્યો નથી. એટલું જ નહીં પણ પોતાના સમય વિશે પણ ઉલ્લેખ કર્યો નથી માટે જ તેમનો સમય નિર્ધારિત કરવા માટે અન્ય ગ્રંથોનો આધાર લેવો પડે છે. તર્કભાષાગ્રંથ ન્યાયદર્શનનો અભ્યાસ કરવા માટેનો પ્રારંભિક ગ્રંથ હોવાથી તેને પ્રસિદ્ધિ ખૂબ જ થઈ અને તેથી જ તેના ઉપર અનેક ટીકાઓની રચના થઈ છે. આ ટીકાઓમાં તેમના જીવન અને સમય વિશે વિશેષ માહિતી પ્રાપ્ત થાય છે. તેના આધારે તેમના જીવન અને સમય વિશે નિશ્ચિત અનુમાન કરી શકાય તેમ છે. ૧૭મી સદીમાં થઈ ગયેલા ગૌરીકાન્ત તર્કભાષા ભાવાર્થદીપિકામાં બલંભદ્ર અને ગોર્વધન ઉપર આકરા પ્રહારો કર્યા છે. ગોવર્ધને તર્કભાષા ઉપર પ્રકાશિકા નામની વૃત્તિ લખી છે, એટલે તેઓ ૧૬મી સદીની આસપાસના ગણી શકાય. વળી તર્કભાષા ઉપર ટીકા રચનાર ચિન્નભટ્ટ હરિહરરાય અને બુક્કરાના સમયમાં વિજયનગરમાં વસતા હતા. તેમનો સમય આર. જી. ભાંડરકરે ઈ.સ. ૧૩૫૦નો સિદ્ધ કરેલો છે. તેથી આપણે અનુમાન કરી શકીએ કે પં. કેશવમિશ્ર ઈ.સ. ૧૩૫૦ પૂર્વે થયા હશે. બીજી બાજુ કેશવમિત્ર હેત્વાભાસની ચર્ચા કરતા ઉદયનાચાર્યનો ઉલ્લેખ કરે છે. ઉદયનાચાર્યનો સમય ઈ.સ.૯૮૪ નિર્ધારિત થયો. એટલે કેશવમિત્રનો સમય ૧૮મી કે ૧૪મી સદીની વચ્ચે મૂકી શકાય. પં. બદ્રીનાથશુકલ પં. કેશવમિશ્રનો સમય ૧૩મી સદીનો તૃતીયચરણ સ્વીકારે છે. આમ કહી શકાય કે તર્કભાષાના કર્તા ૫. કેશવમિશ્ર ઈ.સ. ૧૨૫૦ થી ૧૩૦૮માં થઈ ગયા હોવા જોઈએ. સુરેન્દ્રગોસ્વામી તથા પં. બદ્રીનાથ શુકલ કેશવમિશ્રને મિથિલાના રહેવાસી માને છે. તેઓએ રચેલ તકભાષાને આધારે એટલું તો સ્પષ્ટ પણે કહી શકાય કે તે ન્યાય-વૈશેષિક દર્શનના પ્રકાંડ વિદ્વાન હતા. ઉપરાંત પોતાના સમયમાં પણ તેમની નામના ખૂબ જ રહી હશે. તકભાષા ગ્રંથની રચના સરળ હોવા છતાંય

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 330