Book Title: Tarangvati
Author(s): H C Bhayani
Publisher: Image Publication Pvt Ltd

View full book text
Previous | Next

Page 114
________________ તરંગલોલા હતા. દ્વાર ખુલ્લું અને ચોકી વગરનું હતું એટલે સહેજસાજ ડરતી હું મહાલયની અંદર પહોંચી. ૯૭ ત્યાં અંતઃપુરના ઓરડામાંથી બધાં અત્યંત મૂલ્યવાન આભૂષણોથી ભરેલો કરંડિયો લઈને હું પાછી ફરી. તને ન જોતાં મેં ત્યાં બધે શોધ કરી, અને પછી વિષાદપૂર્ણ ચિત્તે હાથમાં રત્નકદંડક સાથે હું ઘરે પાછી ફરી. “હાય મારી સ્વામિની !'' એવા વિલાપવચન સાથે અંતઃપુરને નિહાળતી, છાતી કૂટતી હું ભોંય પર ઢળી પડી. ભાનમાં આવતાં, એકલી એકલી વિલાપ કરતી હું ત્યાં આ પ્રમાણે મારા મનમાં વિચારવા લાગી : “જો હું જાતે જઈને કન્યાની આ અત્યંત ગુપ્ત વાત નહીં કહું તો મને તે બદલ શિક્ષા થશે. તો મારે વાત જણાવી દેવી જોઈએ. લાંબી રાતને અંતે તે પણ દૂર છટકી ગઈ હશે, અને કહી દેવાથી મારો અપરાધ પણ હળવો થશે.’’ મારા મનમાં આવું આવું ચિંતવતાં શયનમાં મેં એ નિદ્રારહિત રાત વિતાવી. પ્રભાતકાળે મેં શ્રેષ્ઠીના પગમાં પડીને તારા પૂર્વજન્મના સ્મરણની અને પ્રિયતમ સાથે નાસી ગયાની વાત કરી. શેઠનું દુઃખ અને રોષ એ સાંભળીને અત્યંત કુલાભિમાન ધરતા એવા તેનો મુખચંદ્ર રાહુગ્રસ્યા ચંદ્રની જેમ નિસ્તેજ બની ગયા. “ધિક્કાર છે ! ધિક્કાર છે, તેં કેવું ન કરવાનું કર્યું !” એ પ્રમાણે શ્રેષ્ઠી હાથ ધુણાવતા બોલવા લાગ્યા, “હાય! અમારું કુલીન ગોત્ર અપકીર્તિથી ઘાસની જેમ સળગી જશે. તે પોતે તેને ઘેર ગઈ, એટલે આમાં સાર્થવાહનો કશો વાંક નથી. પોતાનો સ્વછંદી હેતુ પાર પાડવા ઉતાવળી થયેલી અમારી દિકરીનો જ વાંક છે. જેમ જળપ્રવાહના ઘુમરાવાથી નદીઓ પોતાના તટને તોડી પાડે છે, તેમ દુઃશીલ સ્ત્રીઓ કુલના અભિમાનને નષ્ટ કરે છે. સેંકડો દોષ ઊભા કરનારી, મોભાદાર કુટુંબને મલિન કરનારી પુત્રી આ જગતમાં જેના કુળમાં ન જન્મે તે જ ખરો ભાગ્યશાળી, કારણ કે પતિત

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146