Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 114
________________ પ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૩૧-૩૨ અને મહાપરિગ્રહવાળા હોવા છતાં, દુર્ગતિઓનું કારણ બને તેવા કર્મો બાંધતા નથી. વડશનિષત્ અહીં ‘વડશમિષવત્ દૃષ્ટાંત આપ્યું, તેનો ભાવ આ પ્રમાણે છે. માછલાને પકડવા માટે માછીમાર કાંટા પર માંસ ભરાવીને સમુદ્રાદિમાં જાળ નાખે છે ત્યારે માંસના લુબ્ધ માછલાઓ માંસથી આકર્ષાઈ માંસ ખાઈ ક્ષણભર ખાવાનું સુખ અનુભવે છે, અને તત્કાળ કંટકના વેધથી અંતે મૃત્યુથી મહાવેદનાને અનુભવે છે. તેમ સંસારી જીવો સંસારના ભાગમાં આસક્ત બની ક્ષણભર ઇન્દ્રિયોના આલ્લાદને અનુભવે છે, અને તત્કાળ આસક્તિથી થયેલી વિહ્વળતાનો અનુભવ કરે છે, અને અંતે કર્મ બાંધીને દુરંત સંસારના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે. Il૩૧ અવતરણિકા - પ્રથમની ચાર દૃષ્ટિ સુધી અવેધસંવેદ્યપદ છે અને તે અવેદ્યસંવેદ્યપદ કેવું અનર્થકારી છે ? તે વાત શ્લોક-૨૬ થી ૩૧ સુધી બતાવી. હવે અવેદ્યસંવેદ્યપદને જીતવા માટે પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવોએ શું યત્ન કરવો જોઈએ ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : अवेद्यसंवेद्यपदं सत्सङ्गागमयोगतः । तद् दुर्गतिप्रदं जेयं परमानन्दमिच्छता ।।३२।। અન્વયાર્થ: ત—તસ્મા—િતે કારણથી શ્લોક-૨૬ થી ૩૧ સુધી બતાવ્યું એવા પ્રકારનું દારુણ વિપાકવાળું અવેધસંવેદ્યપદ છે તે કારણથી, પરમાનમછતાં પરમાનંદને ઈચ્છતા પુરુષેતુતિપર્વ વેદસંવેદપર્વ દુર્ગતિ આપનાર એવા અવેધસંવેદપદને સત્સામિયકાત=સત્સંગ અને આગમતા યોગથી, નેવં જીતવું જોઈએ. li૩૨૫ શ્લોકાર્થ : તે કારણથી પરમાનંદને ઈચ્છતા પુરુષે દુર્ગતિને આપનાર એવા અવેધસંવેધપદને સત્સંગ અને આગમના યોગથી જીતવું જોઈએ. ll3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120