Book Title: Tapasya ane Nigraha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 183
________________ ઈશ્વર કે થાઈ? ૧૬૯ નું અણુઅણુ કરીને બાળી નાખ– કાપી નાખ! મારાં બધાં હાડકાંનો તું ખાંડીને ચૂરો કરી નાખ! પરંતુ થાઈ સાથેના સુખની મારી પાસે કાયમની વસેલી યાદદાસ્ત તું નથી ખેંચવી શકવાનો! અને જ્યાં સુધી એ યાદદાસ્ત મારી સાથે હશે, ત્યાં સુધી મને હંમેશાં સુખ મળ્યા કરશે – આનંદામૃત મારા ઉપર ઝર્યા જ કરશે.” પણ હાય, હવે શું?– થાઈ તો મરવાની તૈયારીમાં છે! અરે, તેના મૃત્યુની વાત સાંભળીને જ મને પોતાને પણ મરી જવું કેટલું સહેલું લાગે છે? પણ મારા જેવો કસુવાવડથી અવતરેલો અધૂરો અધમ મનુષ્ય મૃત્યુનો સ્વાદ પણ શું માણી શકે? જેણે જીવનનો સ્વાદ માણ્યો હોય, તે જ મૃત્યુનો સ્વાદ પણ માણી શકે. “અરેરે, હું જીવન હારી ગયો! ઈશ્વર જેવી કોઈ વસ્તુ ખરેખર તો છે નહિ; છતાં મને જો તે નરકમાં કાયમની અધોગતિની સજા કરી શકતો હોય, તો હું તેવા ઈશ્વરને હવે માનવા તૈયાર છું – જેથી જીવન દરમ્યાન મેં દાખવેલી મૂર્ખતાની મને સજા થાય. હે કાળમુખા ઈશ્વર! તું જો ખરેખર હોય, તો તને છંછેડવાને માટે જ હું તારા મોં ઉપર ઘૂંકું છું; તારાથી થાય તેટલી કપરી સજા મને કર, હરામજાદા!” આટલું કહીને તે જોરથી તૂતક ઉપર ઘૂંક્યો. બીજે દિવસે ભળભાંખરું થતાં અધ્યક્ષ-માતા આલ્બિનાએ ઍન્ટિનો મઠના મહંતને આવકારતાં કહ્યું – પૂજ્ય પિતાજી, આવો, પધારો! તમે અમને ભેટ કરેલા સંતને આખરી આશીર્વાદ આપવા જ તમે વખતસર પધાર્યા છો. ઈશ્વરે કૃપા કરીને તેને પોતાની પાસે તેડાવી છે. અને દેવદૂતોએ રણપ્રદેશમાં સર્વત્ર પહોંચાડેલા તે સમાચારો તમને મળ્યા વિના તો કેમ જ રહ્યા હોય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194