Book Title: Tapadhiraj Varshitap
Author(s): Gunvant Barvalia
Publisher: Viram Devshi Rita

View full book text
Previous | Next

Page 21
________________ હતાં. ધરતી પર વિહાર કરતાં આદિનાથ ઋષભદેવ ભગવાન નગરીમાં પધારતા હતા. ત્યારે જ્યાં જ્યાં આ સમાચાર પહોંચ્યા ત્યાં નગરજનો દોડી આવ્યા. કામમૂકીને કારીગરો, ગોકૂળ છોડી ગોવાળો પ્રભુદર્શને દોડી આવ્યા. પણ આ શું જોઈએ છીએ ? પૃથ્વીનો પતિ ઉઘાડે મસ્તકે, અડવાણે પગે, છત્ર ચામર વિગેરે કશાય રાજ ચિન્હો વિના રાજમાર્ગ પર એકાકી ચાલ્યા આવે છે ! ઓહ કેવું હદય-વિદારક દશ્ય ! આ દશ્ય જોઈ અનેકની આંખોમાંથી અમૃપ્રવાહ વહેવા માંડ્યો, અહા ! પૃથ્વીનાથને ઘેર તે શી ખોટ પડી ? એવું તે શું મનડું રીસાયું કે ભરી ભરી ધરતી પર સ્વામી ખાલીખમ. આંખમાં આંસુ, હદયમાં વેદના ને મનમાં કુતુહલ લઈને બધાં નગરજનો જોતજોતાંમાં પ્રભુને વીંટળાઈ વળ્યા. બધેથી મણીમુક્તિના વરસાદ વરસ્યા કેસર ચંદન કપૂરના ચોક રચાયા. આ સંસારમાં ભોગોપભોગનો સંગ્રહ તો જાણીતો હતો પણ એનો ત્યાગ અને એનો ત્યાગી અજાયો હતો. કોઈ કહે અરે પૃથ્વીનાથ પગે ચાલે છે, માટે હાથી આપો. કોઈ કહે ત્રિલોકીનાથને દેહવિલેપન માટે અંગ રાગ આપો. રત્ન મોતી અને પરવાળા ધરો. મૃગ, મયૂર અને ધેન અર્પણ કરો. અરે ત્રિલોકીનાથને ઘરે કઈ વાતની કમીના છે ! આજે એ તો આપણું પારખું કરવા નિકળ્યાં છે. રખે આપણે પાછા પડીએ દેહ માગે તો દેહ આપો ! પ્રભુથી વિશેષ આ વિશ્વમાં આપણું શું ? સહસ્ત્ર ઈજન, આમંત્રણ અને વિનંતી વચ્ચેથી પ્રભુ ખાલીખમ આગળ વધ્યા. લોકોના પોકાર પડ્યાં. આપણા ભર્યા નગરને શું કરૂણાના અવતાર પ્રભુ આમ છાંડીને ચાલ્યા જશે ? શું આપણા ઔશ્ચર્ય અંગારા જેવા નહિ ભાસે ? ડાહ્યા પુરુષો વિચારમાં ડૂબ્યા શા માટે જલમેં મીન પીયાસી ! ? તપાધિરાજ વર્ષીતપ

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72