Book Title: Tan Apang Man Adikham
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ બેસી જઈને થાક ખાવો પડતો. ટેનિસના કોટ પર એક છેડેથી બીજે છેડે હરણીની માફક ઊછળતી-કૂદતી કોરીનાને માટે એ દિવસો, એ શક્તિ, એ ઝડપ - બધું જ જાણે અતીતનું સ્વપ્ન બની ગયું. ટેનિસનો લગાવ એટલો કે એ પછીય અમેરિકન ઓપન સ્પર્ધા ખેલાતી હતી, ત્યારે એને નિહાળવા માટે ગઈ. એને જોઈને સહુ કોઈ સ્તબ્ધ બની ગયા. આ કોરીના ! ટેનિસની ‘મિક્સ ડબલ્સની સ્પર્ધામાં વિરોધીની એકેએક ચાલને નિષ્ફળ બનાવનારી કોરીના સાવ નિર્બળ અને અશક્ત બની ગઈ ! એ બે દિવસ સુધી અમેરિકન ઓપન ટેનિસ સ્પર્ધા જોવા આવી. એના નિર્બળ દેહ અને ગંભીર રોગને જોનારાઓએ એટલું તો પાકે પાયે માન્યું કે હવે પછી તેઓ કોરીનાને ક્યારેય ટેનિસ ખેલતી જોઈ શકશે નહીં. કોરીનાએ નક્કી કર્યું કે ગમે તે થાય પણ ટેનિસના મેદાન પર પાછા આવવું છે. એનું આ સ્વપ્ન જોઈને એના સ્વજનો હસતા હતા. એના સાથીઓ એની આ વાત સ્વીકારવા હરગિજ તૈયાર નહોતા. એના ડૉક્ટરપિતા એને એટલી હિંમત આપતા કે તું જરૂર સ્વસ્થ થઈશ, પરંતુ કોઈ એમ માનતું નહોતું કે કોરીના ફરી ટેનિસ ખેલવા પાછી આવશે. ૨૦૦૧ના નવેમ્બર સુધી તો કોરીનાની કંમોથેરાપીની સારવાર ચાલુ રહી. વીસ મીટર ચાલવું હોય તોપણ એને આકરું પડતું હતું. વચ્ચે થોભીને, થાક ખાઈને આગળ ચાલી શકતી. આ હાલત પછી દસ મહિના બાદ કોરીના ટેનિસ કોટ પર દેખાઈ. એણે સાબિત કરી આપ્યું કે સંજોગો માણસને ઘડતા નથી, પણ માણસ સંજોગોને ઘડે છે. આ પછી કોરીના ૨૦૦૨ની અમેરિકન ઓપન ટેનિસમાં ભાગ લેવાના મનસૂબા સાથે ખેલવા લાગી. એની નજર સામે એવા કિસ્સા હતા કે જેઓએ અપ્રતિમ હિંમત દાખવીને મુશ્કેલીઓને મહાત કરી હતી. એણે ફરી ટેનિસ ખેલવાનું શરૂ કર્યું, ત્યારે પારાવાર મુસીબત આવી. માત્ર દસ મિનિટ ખેલે અને એટલી બધી થાકી જાય કે જાણે સાડા ત્રણ કલાક ખેલી હશે. કોરીનાના પુનરાગમને ટેનિસ જગતને વિચારતું કરી મૂક્યું. કોરીના વિશ્વવિખ્યાત સેરેના વિલિયમ્સ સામે ખેલવા ઊતરી. સેરેના વિશ્વની પ્રથમ-દ્વિતીય ક્રમની ઉત્કૃષ્ટ મહિલા ખેલાડી ગણાય. આવી સેરેના પાસેથી એણે બીજા સેટમાં વિજય મેળવ્યો. સેરેના સાથેની મૅચ પૂરી થતાં કોરીનાનો પરાજય થયો, પરંતુ કોરીનાનો ૬-૨, ૬-૩થી થયેલો પરાજય વિજય કરતાં પણ મહાન હતો. એક તદ્દન અશક્ય સ્થિતિમાંથી એણે દૃઢ મનોબળથી એ શક્ય કર્યું હતું. આમેય રમત એ હારજીતની બાબત નથી. માત્ર ખેલદિલીપૂર્વક ખેલવું એ જ એનો મહામંત્ર છે. કોરીનાએ ટેનિસના ખેલાડીઓને નવા વિશ્વનો પરિચય ટેનિસ ખેલતી કોરીના મોરારીક કરાવ્યો. ટેનિસના ખેલાડીઓની દુનિયા આજે અજાયબ દુનિયા છે. પોતાના જેટ વિમાનમાં અંગત કાફલા સાથે આ ખેલાડીઓ જગતભરમાં ઘૂમતા હોય છે. એમના કાફલામાં કોચ હોય, પાળેલો કૂતરો હોય, આહારવિદ્ હોય અને મનોચિકિત્સક પણ હોય. આવા ખેલાડીઓને જીવનના સંઘર્ષોનો કોઈ પરિચય હોતો નથી. માત્ર કઈ રીતે રમતમાં વિજય મેળવવો તે એક જ ધ્યેય હોય છે અને આવા વિજયોથી મળતી કમાણીની ગણતરી જીવનમાં હોય છે. કોરીના અમેરિકન ઓપનના મેદાન પર આવી, ત્યારે એક નવું જ વાતાવરણ જાગ્યું. એમાં કયો ખેલાડી રમતમાં વિજય મેળવે છે તેનું મહત્ત્વ નહોતું, પરંતુ જીવનના સંઘર્ષમાં જે વિજેતા બન્યા છે તેનું અભિવાદન હતું. આજે કોરીના સહેજ વ્યાકુળ કે પછી થોડી હતાશ થાય ત્યારે ૨૦૦૧માં જે મેદાન પર એણે જીત મેળવી હતી, એ મેદાન પર જાય છે અને એનાં 30 • તેને અપંગ, મન અડીખમ વિજેતા ભુલાઈ ગયા • 31

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82