________________
પ૬૬. જે જાતિથી બ્રાહ્મણ કે ક્ષત્રિય છે, વળી ઉગ્રપુત્ર કે લચ્છવી હોય, જે પ્રવજ્યા
લઈ બીજાએ આપેલું ખાય છે, તે ગોત્રમાં ગર્વને લઈ થોભતો નથી.
પ૬૭. તેને જાતિ કે કુળ રક્ષણ ન કરે, કોઈ પણ અર્થે વિદ્યાનું આચરણ લાંબું ટકે
નહિ. જે ગૃહસ્થી કામ કરે છે તે મુક્તિ માટે પાર થાય નહિ.
પ૬૮. તે અકિંચન ભિક્ષુયોગ્ય પણ રુક્ષ ખાઈ જીવે છે. તે ગૌરવ માટે સ્તુતિ ઇચ્છે
છે. આખી જિંદગી સુધી અજ્ઞાનથી યુક્ત રહે છે અને તેથી તે વિપર્યાસ વારંવાર ઉપજાવે છે.
૫૬૯. જે સજ્જનની જેમ બોલે છે. તે વાદ કરી વિશારદ થાય છે. તેનું જ્ઞાન
અગાધ હોઈ તે સારો ભાવયુક્ત થાય છે. તે અન્ય જણોને તેમના જ્ઞાનને બાલિશ માની પરાજિત કરે છે.
૫૭૦. આથી તેને સમાધિ પ્રાપ્ત ન થાય, જ્યારે જ્ઞાનના ઘમંડથી પોતાનો ઉત્કર્ષ
કરે છે. અથવા જો તે લોભના મેલથી લીંપાય છે તો તે અન્ય જણોને તેમના થોડા જ્ઞાન માટે ખીજવે છે.
૫૭૧. જ્ઞાનનો મદ, તપનો મદ, નામનો મદ, ગોત્રના મદવાળો ભિક્ષુ તે ત્યાગે.
આજીવ ચોથા વતે રહે છે. તે પંડિત ઉત્તમ શરીરી છે.
૫૭૨. આ સર્વે મદનો, ધીર પુરુષ ત્યાગ કરે, ધર્મસ્થિત મુનિ તે નજ સેવે. આ સર્વ
ગોત્રો ઉપર થયેલા મહર્ષિ, તે સર્વેને જાણી, તે અગોત્રને ઉચ્ચ ગતિ માને છે અને તેમ જ કહે છે.
૫૭૩. જ્યારે ભિક્ષુ ગામ કે નગરે પ્રવેશે ત્યાં દેખાતા ધર્મને અર્થે તે મૃત્યુ થયાની
જેમ વર્તે. તે એષણાને અનેષણા કરે વળી અન્ન પાણી માટે ગૃદ્ધિ ન કરે.
147