Book Title: Sutra Samvedana Part 06
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 250
________________ ઔષધના જ્ઞાન માત્રથી રોગ નાશ નથી પામતો પરંતુ ઔષધનું સેવન પણ આવશ્યક હોય છે. તેમ જ્ઞાન માત્રથી પરિણતિ પલટાતી નથી પણ ગણધર ભગવંતોએ બનાવેલા સૂત્રના માધ્યમે જ્ઞાનાનુસાર થતી ક્રિયા જ મોક્ષને અનુકૂળ પરિણતિ કેળવવાનો સચોટ ઉપાય બને છે. તે સૂત્રો શબ્દોમાં હોય છે અને શબ્દો અક્ષરોના બનેલા હોય છે. અક્ષરમાં અનંત શક્તિ રહેલી હોય છે. પણ તેને આપણે જગાડવાની હોય છે અને તે જગાડવા માટે આપણે સૂત્રોમાં પ્રાણ પૂરવા પડે છે. આ પ્રાણ ફૂંકવાની ક્રિયા એટલે સૂત્રનું સંવેદન. સૂત્રનું જ્યારે આપણને સંવેદન થાય છે, ત્યારે સૂત્ર સજીવન બની જાય છે અને ત્યાર પછી તેમાંથી અનર્ગળ શક્તિ બહાર પડે છે જે આપણામાં રહેલાં અનંતા કર્મોનો ક્ષય કરવા માટે એક યજ્ઞ સમાન બની રહે છે. અનંત ગમ પર્યાયથી યુક્ત આ સૂત્રોના અર્થનું સંકલન કરવું એટલે એક ફુલદાનમાં ફુલો ગોઠવીને બાગનો પરિચય આપવા જેવી વાત છે. આથી જ સૂત્રોના સર્વ અર્થને સમજાવવાનું ભગીરથ કાર્ય તો પૂર્વના મહાબુદ્ધિમાન અનુભવી પુરુષો જ કરી શકે. તો પણ સ્વપરિણતિને નિર્મળ બનાવવાના ઉદ્દેશથી શરુ કરેલ આ લખાણમાં આજના સામાન્ય બૌદ્ધ જીવો ક્રિયા કરતાં યાદ કરી શકે તેટલો અર્થ સંકલિત છે. સૂત્રાર્થ વિષયક લખાયેલ આ પુસ્તક નવલકથાની જેમ વાંચવાનું પુસ્તક નથી કે નથી અભ્યાસ કરવાનું માધ્યમ, પરંતુ પરિણતિને પલટાવવાના પ્રયાસના કઠિન માર્ગનો એક દીવો છે.... Sarmarg - 079-25352072

Loading...

Page Navigation
1 ... 248 249 250