Book Title: Sutra Samvedana Part 03
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 164
________________ અઢાર પાપસ્થાનક સૂત્ર દુનિયાના જેટલા દોષો છે તે સર્વે પ્રાય: લોભથી ઉત્પન્ન થયા હોય છે અને જેટલા ગુણો છે તે સર્વેનાં મૂળમાં લોભનો ત્યાગ હોય છે. જેમ” હિંસા સર્વ પ્રકારના પાપોમાં પ્રધાન છે, સઘળાં કર્મોમાં મિથ્યાત્વ મુખ્ય છે, રોગોમાં ક્ષયરોગ મોટો છે, તેમ લોભ એ સર્વ અપરાધોનો ગુરુ છે. ૧૪૭ લોભ નામના કષાયના કારણે અનાવશ્યક વસ્તુઓનો સંગ્રહ કરવાનું મન થાય છે, સંગ્રહ કરેલી ચીજ ક્યાંય આઘી-પાછી ન થાય તેની સતત ચિંતા રહે છે અને જરૂરિયાતવાળાને દાન કરવાની ઈચ્છા માત્ર થતી નથી. આ પદ ઉચ્ચારતી વખતે દિવસ દરમ્યાન લોભને આધીન થઈને મન, વચન, કાયાથી જે વિપરીત આચરણ કર્યું હોય તેને યાદ કરી તેની નિંદા, ગર્હા અને પ્રતિક્રમણ કરવાનું છે. દશમે રાગ : પાપનું દશમું સ્થાન છે ‘રાગ.’ ન સ્વભાવથી નાશવંત કાલ્પનિક સુખને આપનાર એવા સ્ત્રી, સંપત્તિ કે મનગમતી સામગ્રીના રંગે રંગાવું, આસક્ત થવું, પ્રેમ કરવો, લાગણી રાખવી તે સર્વ રાગના પ્રકારો છે. આ પણ કષાયમોહનીય કર્મના ઉદયથી થનારો આત્માનો વિકારભાવ છે. અયોગ્ય સ્થાનમાં પ્રગટ થયેલો રાગ વાણી અને વર્તનમાં વિકાર લાવે છે, મનને વિહ્વળ કરે છે, અનુકૂળ વસ્તુમાં મન ભમાવ્યા કરે છે, તે ન મળે તો હૈયું બાળે છે અને પ્રાપ્ત થતાં તે હાથમાંથી સરકી ન જાય વગેરે ચિંતાથી મનને વ્યાપ્ત રાખે છે, જેના કારણે રાગાંધ જીવો ક્યાંય શાંતિ અનુભવતા નથી. સ્ત્રી આદિ અયોગ્ય સ્થાનોમાં જન્મેલો રાગ તો અનેક જીવોની હિંસા કરાવવા ઉપરાંત ક્યારેક પોતાના પ્રાણનો પણ ભોગ લે છે. રાગી જીવ માત્ર હિંસા જ નહીં, જૂઠ, ચોરી, પરિગ્રહ આદિ બધાં જ પાપોનો ભોગ બને છે. રાગી જીવનું મન ધર્મમાં કે અન્ય કાર્યમાં પણ લાગતું નથી. નિમિત્ત મળતાં મોહના ઉદયથી જે રાગ પ્રગટ થાય છે, તે રાગ પુનઃ નવા રાગના તીવ્ર સંસ્કારોનું આધાન કરે છે. આ સંસ્કારોના કારણે જીવ સંસારમાં ભવોભવ ભટકે છે. રાગના त्रिलोक्यामपि ये दोषास्ते सर्वे लोभसंभवाः । गुणस्तथैव ये केsपि, ते सर्वे लोभवर्जनात् ।। 13- હિંસેવ સર્વપાપાનાં, મિથ્યાત્વમિવ ર્મામ્ । राजयक्ष्मेव रोगाणां, लोभः सर्वागसां गुरुः ।। - યોગશાસ્ત્ર-પ્ર. ૪, • योगसार ५ : १८ આંતરશ્લોક-૭૫૧

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176