Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 82
________________ સુણજો રે ભાઈ સાદ બાજુ નહિ પણ ઉધાર બાજુએ મૂક્વાનું મન થશે. કારણ કે તેના પરિણામે ઠેર ઠેર થનારાં કારખાનાં ગુજરાતનાં હવા, પાણી અને જમીનને પ્રદૂષિત કરીને, ગામડાના સ્વતંત્ર કારીગરોને મજૂર બનાવી, શહેરોની ઝૂંપડપટ્ટીમાં ઠાલવવા ઉપરાંત ગૃહ-ગ્રામોદ્યોગોને નષ્ટ કરી માનવ વસતિની છતવાળા આ દેશમાં બેકારી અને પરિણામે ગરીબીની સમસ્યાનો વધુ આકરી બનાવશે. મુંબઈમાં બોલતાં કેન્દ્રના જળ-સંશોધન ખાતાના પ્રધાન મનુભાઈ કોટડિયાએ સ્પષ્ટ કબૂલાત કરી છે તેમ કચ્છ અને સૌરાષ્ટ્ર (સુરેન્દ્રનગર સિવાય)ના મોટા ભાગના વિસ્તારનો ન તો પીવાના પાણીનો કે ન તો સિંચાઈનો પ્રશ્ન હળવો થવાનો છે તે વાતને તો એક બાજુએ રાખીએ, પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પાણીની પૂરતી છતવાળા પ્રદેશોને જે પાણી મળશે તેનાથી પણ તેમનુંય વાસ્તવિક હિત થશે કે કેમ તે એક મોટો સવાલ છે. યુરોપ-અમેરિકાના વેડફાટના અર્થશાસ્ત્રને રવાડે ચડાવાયેલી આ પ્રજા તે વિસ્તારમાં પણ તમાકુ-કપાસ જેવા રોકડિયા પાકોનું ઉત્પાદન કરી, ફર્ટિલાઈઝર અને જંતુનાશક દવાઓના પ્રચૂર ઉપયોગ વડે ‘જગતના તાત ના બિરુદને વેગળું મૂકી ધરતીના રસકસ ખતમ કરી મારુતિ અને વીસીઆરના કલ્ચરમાં મસ્ત થઈને ઝૂમશે. તેને શું આ ગાંધીવાદી વિચારકો પણ ‘વિકાસ’ ગણો ? હકીકતમાં તો જેમ જેમ આ કહેવાતા વિકાસનો દર’ વધતો જાય છે તેમ તેમ વિકાસનો ‘ડર’ પણ વધતો જાય છે અને તેથી જ ગાંધીના ‘સ્મોલ ઈઝ બ્યુટિફૂલ’ના આદર્શોને વેગળા મૂકી વિરાટકાય યોજનાઓ તરફની ઘેલછાભરી સરકારી દોટને અટકાવવાની તાકાત તેમનામાં, સરકારનું પ્રચંડ સ્થાપિત હિત જોતાં ન હોય, તો પર્યાવરણવિદોનો તરફથી સરકારની સ્થાપિત હિત સામે પણ કરાયેલા પડકારશે. તો ગાંધીવાદીઓએ ‘ભાવતું'તું વૈદે કીધુંની જેમ વધાવી લેવો જોઈએ. તેને બદલે તે પર્યાવરણવિદોનો જ વિરોધ કરવો એ કલ્યાણ-રાજ્ય (કે જેને વિનોબા પોતાની ચબરાજ્યિા શેલીમાં અ-કલ્યાણરાજ્ય પાબચભ ક્લબતભ કહેતા)ને નામે '૪૭ પછીની સરકારોએ ઊભા કરેલા યાચબતચગહતગચભના રાક્ષસને નબળો પાડી શકવાની શક્યતાનાં દ્વાર કાયમ માટે બંધ કરી દેવા જેવું લેખાશે. સન્નિષ્ઠ રાજકારણી તરીકેની જેમની નામના છે તેવા વિખ્યાત ગાંધીવાદી બાબુભાઈ જરાભાઈ પટેલે કાકરાપાર અણુવિદ્યુત મથકના પ્રશ્ને પોતાની ભૂલની નિખાલસ કબૂલાત કરી તંદુરસ્ત ફેરવિચારણાની પોતાની તૈયારી સિદ્ધ કરી આપી છે. તે જ પરંપરાને આગળ ધપાવી આર્થિક વિકાસના ગાંધી નિરપેક્ષ મોડેલને ફગાવી Pવાની જે સુવર્ણ તક નર્મદા યોજનાના મિષે ઊભી થઈ છે તેને વધાવી લઈ Jain Education International For Personal www.jainelibrary.org Private Use Only

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104