Book Title: Subhashit Ratnasandoh
Author(s): Dayalji Gangadhar Bhansali
Publisher: Hirji Gangadhar Bhansali

View full book text
Previous | Next

Page 379
________________ ઉપસંહાર:– પાર્થાપત્યો પંચવર્ણા, માનપત, બહુ મૂલ્યવાન, વસ્ત્રધારી હતા ઉપરાંત સરલ અને બુદ્ધિશાળી હતા; એટલું જ નહિ પણ અશન પાનાદિ પણ જે અમુક સાધુ નિમિત્તે કરેલું હોય તેને એકલાનિજ ન કલ્પે પણ બીજાને તે બાધ કર્તા નહિ. વળી તેમને રાજપિંડ વાપરવાની અનુજ્ઞા હતી ઉપરાંત અતિચાર લાગે તેજ દેવસી (દેવસિક) વા રાઈ (રાત્રિક) પ્રતિક્રમણ કરવાને કલ્પ હતું અને પાક્ષિક, ચાતુમાંસિક તેમજ સાંવત્સરિક પ્રતિક્રમણ જેવાં પ્રતિક્રમણ તેમને કરવાનાંજ ન હતાં તેમજ વળી માસ કલ્પ અને પર્યુષણ પણ તેમને બંધનકારક ન હતાં પણ તે બંને તેમની મરજીપર છોડવામાં આવ્યાં હતાં. જયારે આ અતિ સુકર સ્થિતિ સાથે ચરમ તીર્થકરના સાધુઓના કલ્પની તુલના કરીએ છીએ તે કેટલી સખ્તાઈ છે તે નજર સમીપ તરી આવે છે. જીર્ણ શીણું વસ્ત્રો પહેરવાં– અને જિનકલ્પી હોય તે તે વળી વસ્ત્રરહિત જ રહેવું અને ટાઢ તડકા દંશમષક આદિના પરિસહે સહન કરવા. એક સાધુ આશ્રી કીધેલા આહારાદિ તેને તે ન કલ્પે એટલું જ નહિ પણ સાધુ માત્રને ન કલ્પે, રાજપિંડ તો વપરાયજ નહીં. અતિચાર લાગે યા ન લાગે પણ ઉભયકાળ પ્રતિક્રમણ તો અવશ્ય કરવું જ જોઈએ. ઉપરાંત બીજા ત્રણ પ્રતિક્રમણ પણ આવશ્યકજ છે. ગમે તેવા અનિવાર્ય કારણે પણ મહાવીર પ્રભુના સાધુઓ એક જ સ્થળે વધુમાં વધુ એક માસ સ્થિતિ કરી શકે, તદુપરાંત ખાસ રહેવાની જરૂર જણાય તે પણ સ્થાન પરિવર્તન કીધા સિવાય તે ન જ રહેવાય. જોઈએ તે ઉપવનમાં, શાખાપુરમાં જઈ પાછા આવે અને છેવટે તે પણ ન બને તે ઉપાશ્રયને ખુણે તે બદલીને પણ સ્થાન પરિવર્તનના કલ્પને સખ્ત રીતે અમલમાં મેલ. પર્યુષણ બાબત પણ એજ સખ્તાઈ આ કલ્પદ પરથી સમજવું સુગમ થઈ પડશે કે મહાવીર પ્રભુને આચાર અતિ સખ્ત હતા. આ સમજ્યા પછી પાર્થાપત્યોના

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396