Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 427
________________ શ્રીચંદનું સંયમ રાજ્ય. ૪૨૧ નિરાબાધ એ ચારિત્રનું મહ વાક્ય તેમનામાં શુદ્ધ રીતે જણાય છે, તેઓ પકાય જીવને અભયદાન આપે છે, દશ પ્રકારનાં વૈયાવચ્ચ કરે છે, વિનયના બધા ભેદ આચરે છે, તેઓ ચંદ્રના જેવા નિર્મળ, હંસના જેવા ઉજવળ, ગેંડાના શીંગડાના જેવા એકાકી, વૃષભના જેવા બલિષ્ટ, સિંહના જેવા દુર્ધર્વ, અને પરીષહને સહન કરનાર, કમળની જેમ અસંગી, આકાશની જેમ નિરાલંબ, કાચબાની પેઠે ગુઑદિય, ચંદ્ર બિંબની જેમ સામે, સુવર્ણની જેમ જાતરૂપ, પૃથ્વીની જેમ સર્વસ, શરદ ઋતુના જળની જેમ મળ રહિત હદયવાળા, વાયુની જેમ અહોનિશ અપ્રતિબદ્ધ વિહારી, અને ભાખંડ પક્ષીની જેમ અપ્રમત્ત છે. આવા ગુણના ધારક છતાં તેમનું ચિત્ત દંભ રહિત છે, નિત્યે આલેયણા લઇને તેઓ શુદ્ધ મને રહે છે, નિરતિચારપણે રહેવાને દશ પ્રકારનાં પ્રાયશ્ચિત આચરે છે, ઈર્ષા પથિકીના નિયમથી વિચરે છે, નિયમસર યોગ્ય પ્રતિક્રમણ કરે છે, ક્ષણે ક્ષણે મિથ્યા દુષ્કૃત આપી, આત્માને નિર્દોષ તથા અપ્રમાદી બનાવે છે. દુરસ્વમ વિગેરે કારણને લઇને વિવિધ કાર્યોત્સર્ગ આચરે છે, શિષ્યાદિકમાં ગુરૂ તથા લઘુપણાની રીતીએ વંદના ક્રમ સાચવે છે, પાંચ આશ્રવને ઉત્કૃષ્ટ રીતે સેવે છે, વસતિમાં એકાકી રહી, આલાપ સંલાપનો ત્યાગ કરે છે, ગ્રીષ્મ ઋતુમાં ચોથ, છઠ, અને અઠ્ઠમ વિગેરેને તપ કરે છે, શિશિર ઋતુમાં છઠ, અઠ્ઠમ, તથા દશમાદિ તપ કરે છે, વર્ષમાં અટ્ટમ, દશમ તથા દવા લસ તપ કરે છે, તપને અંતે નિર્લેપ પણે ભક્ત પારણું કરે છે; વળી સાધુની દશ પ્રકારની સામાચારીને શુદ્ધ હૃદયે સેવે છે. એ મહાશય સ્વાધ્યાયમાં બરાબર કાળ પ્રમાણે પઠન પાઠન કરે છે. જ્ઞાન, જ્ઞાની જ્ઞાનાભ્યાસી અને જ્ઞાનના ઉપકરણને વિનય કરી વર્તે છે, સૂત્ર પાઠમાં અધ્યયનને માટે કહેલા કાળ પ્રમાણે સ્વાધ્યાય આચરે છે, સર્વ જાતની જ્ઞાનની આશાતના દુર કરી, જ્ઞાનનું બહુ માન કરે છે. બહુ માન સાથે હૃદયમાં તેની ઉપર પોતાના પ્રાણથી પણ અધિક પ્રીતિ ધારણ કરે છે, ઉપધાન તપની વિધિથી જ્ઞાનની આરાધના કરે છે, “ જ્ઞાન આપનાર ઉપકારી ગુરૂને અપલાપ કરનારો પુરૂષ નિકાચિત જ્ઞાનાવરણીય કર્મના બંધ કરે છે. ” આવું જાણતાં તેઓ પિતાના મૃત જ્ઞાન આપનારા ગુરૂની એલવણું નહીં કરતાં બહુ માન કરે છે. વળી તેમના હદયમાં નીચેના કનું મનન સર્વથા રહ્યા કરે છે – एकाक्षरप्रदातारं यो गुरुं नैवमन्यते । શ્વાનનારા નવા વાંટાળ્યા જાય છે ? એક અક્ષર આપનારા ગુરૂને જે માન આપતો નથી, તે શ્વાનની યોનિમાં સો વાર જઈ, પછી ચાંડાલમાં ઉત્પન્ન થાય છે. ” રાજેદ્ર ! તે સિવાયના બીજા પણ ચારિત્રના ઉજ્વળ ગુણને તેઓ ધારણ કરે છે. તમારા પિતાએ આ ભારતવર્ષ ઉપર અનુપમ સંયમ ધર્મને દીપાવ્યો છે, તેમના સંયમની શોભાને લઇને ભરતક્ષેત્રમાં જૈન શાસનને ઉઘાત થઈ રહ્યા છે. તે સાથે તેઓ સતત, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438