Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 66
________________ રાત્રિભોજન - જૈનેતર દર્શનની દ્રષ્ટિએ પરમોત્કૃષ્ટ શ્રીજિનશાસન જેટલી સૂક્ષ્મતા ભલે તેમના દર્શનમાં ન હોય. પરંતુ તેઓ રાત્રિભોજનમાં અસંખ્ય જીવોની હિંસાને સ્વીકારી એને મહાપાપ તો કહે જ છે. અલબત્ત રાત્રિભોજનને તેઓ નરકનો નેશનલ હાઈવે નં. ૧ ગણાવે છે. રાત્રિભોજન કરનારના તપ-જપ-તીર્થયાત્રાદિ સત્કાર્યો નિષ્ફળ જાય એમ સ્પષ્ટ જણાવે છે. તર્કથી પણ રાત્રિભોજનના પાપને સિદ્ધ કરે છે. ભલે આજે કદાચ એમના ધર્મગુરુઓ એમને શાસ્ત્રની સાચી વાતથી વાકેફ ન કરતાં હોય અને અંધારામાં રાખતા હોય પણ એટલા માત્રથી રાત્રિભોજન, પાપ મટી જતું નથી! અને કર્તવ્ય બની જતું નથી ! લગભગ બધા જ આસ્તિક દર્શનકારો રાત્રિભોજનને પાપ ગણાવે છે. તેનો ત્યાગ કરવાનું કહે છે - વિધાન કરે છે અને એના ત્યાગનું ફળ દેવલોક-સદ્ગતિ બતાવે છે. રાત્રિભોજનના ત્યાગીને તેઓ પણ એક મહિનામાં ૧૫ ઉપવાસનું ફળ બતાવે છે. જૈનેતર ગ્રંથોમાં રાત્રિભોજનને માટે શું કહ્યું છે તે જોઈએ - રાત્રિભોજન એટલે નરકનો નેશનલ હાઈવે નં. ૧ चत्वारी नरकद्वाराणि, प्रथमं रात्रिभोजनम् । परस्त्रीगमनं चैव, सन्धानानन्तकायिके ।। - પદ્મપુરાણ - પ્રભાસખંડ નરકના ચાર દરવાજા છે. એમાં પ્રથમ રાત્રિભોજન, બીજો પરસ્ત્રીગમન, ત્રીજો બોળઅથાણું અને ચોથો (૫૯)

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80