Book Title: Shravake Shu Karvu Joie
Author(s): Muktiprabhvijay
Publisher: Jayantilal Atmaram Shah

View full book text
Previous | Next

Page 242
________________ 12. ગુણાનુરાગીઃ સર્વ જી થોડા ઘણું અવગુણથી ભરેલા તે હોય છે. માટે જ્યાં ગુણો દેખાય તેને જ ગ્રહણ કરવા તત્પર રહેનારે અને નિર્ગુણી ઉપર ઉપેક્ષાભાવ રાખનારો હોય. 18. સથ : વિકથાઓને છોડી ધર્મકથાને જ કરનારે હોય. 14. સુપક્ષયુક્ત સુશીલ અને અનુકુલ પરિવારવાલે હોય. 16. સુદીર્વાદ લાભાલાભનો વિચાર કરીને કાર્ય કરનારો હોય, આંખ મીંચીને ભુસકો મારનારો ન હોય. 16. વિશેષજ્ઞ: ગુણને, દેષને, ધર્મને અને અધર્મને સારી પેઠે સમજનારો હોય. 17. વૃદ્ધાનુગ જ્ઞાનવૃદ્ધ, વાવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ આત્માએને સેવક હોય, તેમની આજ્ઞાને અનુસરનારે હાય, વૃદ્ધને પાંજરાપોળમાં જવાની સલાહ આપનાર ન હોય. 18. વિનીત ઃ આપણાથી અધિક ગુણવલાની ઉચિત સેવા વિનય, વિવેક –અને મર્યાદા સાચવનારે હોય - પણ ડું ઘણું જાણું એટલે અક્કડ રહેનારો ન હોય. 19. કૃતજ્ઞઃ કોઈએ આપણા ઉપર સહેજ પણ ઉપકાર કર્યો હોય તેને મોટા રૂપમાં બતાવો અને તે ઉપકારને કદી ભૂલે નહિ, બની શકે તે બદલે વાળવા પ્રયત્ન કરવો. પરંતુ અપકાર કરવાની નીચી હદે તે જવું જ નહિ. - 20. પરહિતકારી ઃ બદલાની જરા પણ આશા રાખ્યા વિના ગમે તેનું પ્રસંગ આવે હિત–ભલું કરવામાં તત્પર હોય.. 205

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246