Book Title: Shraman Aradhana
Author(s): Abhaysagar
Publisher: Jain Marg Aradhak Samiti

View full book text
Previous | Next

Page 267
________________ : ૪ર : ગાચવી ( ૧૨ ગમે તેવા સંયમીની સેવા કરવામાં લાભ જ છે. કઈ પણ પરમેષ્ઠિ પૈકીનું મન-વચન-કાયાથી અશુભ ચિંતન નિંદન અને ગહણ, આશાતના-અપવાદ કે અભ્યાખ્યાન સાચા કે ખોટા, ભૂલેચૂકે ન થઈ જાય, તેની બહુ કાળજી રાખવી, કારણ કે જીવ કર્મ બાંધતી વખતે વિચાર કરતા નથી પણ તેનાં વિપાક ઘણાં ખરાબ અનુભવવા પડે છે જેવા તેવા કિયાહીન મુનિને પણ અવર્ણવાદ બોધિ દુર્લભ બનાવે છે. અને સાપેક્ષ રીતે કરાતી તેવી ભક્તિ પણ લાભ આપે છે. ૧૩ દહેરાસરમાં શાંતચિત્તે શુદ્ધ ઉચ્ચારણ પૂર્વક ચૈત્યવંદન કરવું. ત્યાં બીલકુલ ઉતાવળ ન કરવી. ૧૪ પંદર દિવસ પહેલાં કાપ ન કાઢ. કાપનું પાણું પાઠવવામાં જીવવિરાધના છે. ક્ષારવાળું પાણું ઘણું વિરાધના કરનાર છે, મેલા કપડાં ન હોય તે બીનજરૂરી કાપ ન કાઢ. કાપની આલોચના કે પ્રાયશ્ચિત્ત આપણે કરતા નથી તેથી જીવ નિષ્ફર થઈ ગયું છે. સાબુને ટુકડે યે રખડત ન રાખ. ૧૫ આપણા કપડાને ટુકડો અસંયતના હાથમાં ન જવો જોઈએ. ૧૬ બારી બારણાં બંધ કરતી વખતે એ ઘા કે દંડાસણથી પ્રમાજી બંધ કરવાં કે ઉઘાડવાં. જયણ એ ધર્મની માતા છે. ૧૭ વચન પણ વિવેકથી એવી રીતે ઉચ્ચારવાં કે જેમાં આડકતરી રીતે પાપનું અનુમોદન ભૂલેચૂકે ન થાય તેથી અનિવાર્ય કારણ સિવાય બલવાને પણ સામાન્યતઃ નિષેધ છે.

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274