Book Title: Shraddhvidhi Pprakaran
Author(s): Mafatlal Zaverchand Pandit
Publisher: Mafatlal Zaverchand Pandit

View full book text
Previous | Next

Page 390
________________ [ શ્રાદ્ધ વિધિ બંધાવેલ ઘરમાં સ્નાત્ર પૂજા વિગેરે કર્યા પછી સ્તુ કરવું. આ રીતે દેશ, કાળ. પિતાનું ધન તથા જાતિ વગેરેને ઉચિત દેખાય એવું બંધાવેલું ઘર યથાવિધિ સ્નાત્ર, સાધર્મિ વાત્સલ્ય, સંઘપૂજા વગેરે કરીને શ્રાવકે વાપરવું. સારાં મુહૂત્ત તથાં શકુન વગેરેનું બળ પણ ઘર બંધાવવાના તથા તેમાં પ્રવેશ કરવાના વખતે જરૂર જેવું. આ રીતે યથાવિધિ બનાવેલા ઘરમાં લક્ષમીની વૃદ્ધિ વગેરે થવું દુર્લભ નથી. એમ સંભળાય છે કે, ઉજજયિની નગરીમાં દાંતાક નામના શેઠે અઢાર કોડ નેયા ખરચી વાસ્તુશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે એક સાત માળવાળો મહેલ તૈયાર કરાવ્યો. તેને તિયાર થતાં બાર વર્ષ લાગ્યાં હતાં. તે મહેલમાં દાંતાક રહેવા ગયે, ત્યારે રાત્રિએ પડું કે? પડું કે? એ શબ્દ તેના સાંભળવામાં આવ્યો તેથી ભય પામી શેઠે મૂલ્ય તરીકે કેટલુંક ધન લઈ તે મહેલ વિક્રમરાજાને આપ્યો. વિક્રમરાજા તે મહેલમાં ગયો, અને “પડું કે? પડું કે?' એ શબ્દ સાંભળતાંજ રાજાએ કહ્યું. “પડ આ કહેતાં તુરત સુવર્ણ પુરૂષ પહે, વગેરે તેમજ વિધિ પ્રમાણે બનાવેલા અને વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરેલા શ્રી મુનિસુવ્રત સ્વામિના રતૂપના મહિમાથી કેણિક રાજા પ્રબળ સેનાનો ધણી હતું તથાપિ તે વિશાળા નગરીને બાર વર્ષમાં પણ લઈ શકો નહિ, પણ જ્યારે ભ્રષ્ટ થયેલા કલવાલકના કહેવાથી તેણે સ્તુપ પાડી નંખા, ત્યારે તે જ વખતે તેનગરી તાબામાં આવી. આ રીતેજ એટલે જેમ ઘરની યુક્તિ કહી, તે પ્રમાણે જ દુકાન પણ સારે પાડોશ જોઈ ઘણું જાહેરનહિ, તથા ઘણી ગુપ્ત નહિ એવી જગ્યાએ પરિમિત બારણાવાળી પૂર્વે કહેલ વિધિ પ્રમાણે બનાવવી એજ સારું છે કારણ કે, તેથીજ ધર્મ, અર્થ અને કામ એમ ત્રણ વર્ગની સિદ્ધિ થાય છે. અતિ પ્રથમ દ્વાર સંપૂર્ણ, ૧ ૨ વિદ્યા સંપાદન કરવી. (૨) ત્રિવરિ જજ એ પદને સંબંધ બીજા દ્વારમાં પણ લેવાય છે, તેથી તેને અર્થ એ થાય છે કે ધર્મ, અર્થ અને કામ એ ત્રણની સિદ્ધિ જેથી થતી હોય, તે વિદ્યાઓનું એટલે લખવું, ભણવું વ્યાપાર વગેરે કળાઓનું ગ્રહણ એટલે અધ્યયન સારી રીતે કરવું. કારણકે, જેને કળાનું શિક્ષણ ન મળ્યું હોય, તથા તેમને અભ્યાસ જેણે ન કર્યો હોય તેને પિતાની મૂર્ખતાથી તથા હાંસી કરવા ગ્ય હાલતથી પગલે પગલે તિરસ્કાર ખમવે પડે છે. જેમ કે, કાળીદાસ કવિ પહેલાં તે ગાયો ચારવાને ધંધો કરતા હતા. એક વખત રાજાની સભામાં રારિ એમ કહેવાને બદલે તેણે ‘કુર' એમ કહ્યું એથી તે ઘણે તિરસકાર પામ્યું. પછી દેવતાને પ્રસન્ન કરી હેટ પંડિત તથા કવિ થયે. ગ્રંથ સુધારવામાં, ચિત્રસભા દર્શનાદિક કામમાં જે કળાવાન હોય તે છે કે પરદેશી હોય તે પણ વસુદેવાદિકની માફક સત્કાર પામે છે. કહ્યું છે કે, “પંડિતાઈ અને રાજાપણું એ બે સરખાં નથી કારણકે, રાજા પિતાના દેશમાંજ પૂજાય છે, અને પંડિત સર્વ ઠેકાણે પૂજાય છે.” સર્વ કળાઓ શિખવી-કેમકે, દેશ, કાળવગેરેને અનુસરી સર્વે કળાઓનો વિશેષ ઉપયોગ થવાનો સંભવ છે. તેમ ન કરે તે કદાચ માણસ પડતી દશામાં આવે છે. કહે છે કે અદાદ પણ શીખવું. કારણ કે, શિખેલું નકામું જતું નથી. “દાદરના પ્રસાદથી ગોળ અને તુંબડું ખવાય છે. સર્વે કળાએ આવડતી હોય તે પહેલાં કહેલા આ અજી વિકાના સાત ઉપાયોમાંના એકાદ ઉપાયથી સુખે નિર્વાહ થાય છે. તથા વખતે સમૃદ્ધિ આદિ

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416