Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 275
________________ વિનાનું હોય છે. માટે જ આ ચોવીશીમાં પૂર્વકાળે ભરત ચક્રવર્તીએ શત્રુંજય પર્વત પર શ્રી પુંડરીકસ્વામી જ્યાં પાંચ કરોડ મુનિસહિત જ્ઞાન અને નિર્વાણ પામ્યા હતા, ત્યાં ચોરાશી મંડપોથી શોભતું, એક ગાઉ ઊંચું, ત્રણ ગાઉ લાંબું, ચતુર્મુખ રત્નમય જિનમંદિર કરાવ્યું. તેમજ બાહુબલિ તથા મરૂદેવીવગેરેની ટૂંકોપર, ગિરનારપર, આબુપર, વૈભાર પર્વત, સમેતશિખરે તથા અષ્ટાપદ વગેરેપર પણ ભરતચક્રવર્તીએ ઘણા જિનપ્રાસાદ અને પાંચસો ધનુષ્યવગેરે પ્રમાણની તથા સુવર્ણ વગેરેની પ્રતિમાઓ પણ કરાવી. દંડવીર્ય, સગર ચક્રવર્તી આદિ રાજાઓએ તે મંદિરોના તથા પ્રતિમાઓના ઉદ્ધાર પણ કરાવ્યા. હરિષેણ ચક્રવર્તીએ પૃથ્વીને જિનમંદિરોથી સુશોભિત કરી. સંપ્રતિ રાજાએ પણ સો વર્ષ આયુષ્યના બધા દિવસની શુદ્ધિમાટે છત્રીશ હજાર નવાં તથા બાકીના જીર્ણોદ્ધાર મળી સવા લાખ જિન-દેરાસર બનાવ્યા. સુવર્ણવગેરેની સવા કરોડ પ્રતિમાઓ ભરાવી. આમ રાજાએ ગોપાળ પર્વત ઉપર સાડા ત્રણ કરોડ સોનામહોર ખરચી શ્રી મહાવીરસ્વામીનું એક સો હાથ ઊંચું દેરાસર કરાવ્યું. તેમાં મૂળ મંડપમાં સવા લાખ સુવર્ણ તથા રંગમંડપમાં એકવીસ લાખ સુવર્ણ લાગ્યું. એમાં શ્રી મહાવીર સ્વામીની સાત હાથ ઉંચી સુવર્ણમય પ્રતિમા સ્થાપી. કુમારપાળે ચૌદસો ચુમ્માલીશ નવાં જિનમંદિર તથા સોળસો જીર્ણોદ્ધાર કરાવ્યા. છæ કરોડ દ્રવ્ય ખરચીને પિતાના નામથી બનાવેલા ત્રિભુવનવિહારમાં મૂળનાયકજીની પ્રતિમા એકસો પચીસ આંગળ ઊંચી અરિષ્ઠરત્નમયી સ્થાપી. ફરતી બહોંતેર દેરીઓમાં ચૌદ ભાર પ્રમાણની ચોવીશ રત્નમયી, ચોવીશ સુવર્ણમયી અને ચોવીશ રૂપામયી પ્રતિમાઓ હતી. વસ્તુપાળ મંત્રીએ તેરસો તેર નવાં જિનમંદિર અને બાવીસસો જીર્ણોદ્ધાર કરાવ્યો. તથા સવા લાખ જિનબિંબ ભરાવ્યાં. પેથડશાહે ચોરાશી જિનપ્રાસાદ કરાવ્યાં. તેમાં સુરગિરિમાં દેરાસર હતું નહિ, તે બનાવવાનો વિચાર કરી વિરમદ રાજાના પ્રધાન વિપ્ર હેમાદેના નામથી તેની પ્રસન્નતા માટે માંધાતાપુરમાં તથા ઓંકારપુરમાં ત્રણ વર્ષ સુધી દાનશાળા મંડાવી. તેથી પ્રસન્ન થયેલા હેમાદેએ સાત રાજમહેલ જેટલી ભૂમિ પેથડને દેરાસર માટે આપી. પાયો ખોદતાં જ મીઠું પાણી નીકળ્યું. ત્યારે કોઇએ રાજા પાસે જઇ ચાડી ખાધી કે, “મહારાજ! મીઠું પાણી નીકળ્યું છે, માટે વાવ બંધાવો.” તે વાત જાણતાં જ પેથડશાહે પાણીમાં બાર હજાર ટંકનું મીઠું નંખાવ્યું, આ ચૈત્ય બનાવવા સોનૈયાથી ભરેલી બત્રીશ ઉટડીઓ મોકલી. પાયામાં ચોરાશી હજાર ટંકનું ખરચ થયું. ચૈત્ય તૈયાર થયું ત્યારે વધામણી આપનારને ત્રણ લાખ ટંક આપ્યા. આ રીતે પેથડવિહાર બન્યો. વળી તે પેથડશાહે જ શત્રુંજય પર્વત ઉપર શ્રી ઋષભદેવ ભગવાનનું દેરાસર એકવીશ ઘડી પ્રમાણ સુવર્ણથી ચારે તરફ મઢાવી મેરુપર્વતની જેમ સુવર્ણમય કર્યું. ગિરનાર પર્વતના સુવર્ણમય બલાનકનો સંબંધ નીચે પ્રમાણે છે. ગઇ ચોવીશીમાં ઉજ્જયિની નગરીમાં ત્રીજા શ્રી સાગર તીર્થંકરની પર્ષદા જોઇ નરવાહન રાજાએ પૂછ્યું, “હું ક્યારે કેવળી થઇશ?” ભગવાને કહ્યું “આવતી ચોવીશીમાં બાવીશમાં તીર્થકર શ્રીનેમિનાથ ભગવાનના તીર્થમાં તું કેવળી થઇશ.” નરવાહન રાજાએ દીક્ષા લીધી. આયુષ્યને અંતે બ્રહ્મદ્ થઇ શ્રી નેમિનાથ ભગવાનની વજમાટીની મૂર્તિ કરી દેશ સાગરોપમ સુધી તેની પૂજા કરી. પોતાના આયુષ્યનો અંત આવ્યો, ત્યારે ગિરનાર પર્વત ઉપર સુવર્ણ-રત્નમય પ્રતિભાવાળા ત્રણ ગભારા કરી તેની આગળ એક સુવર્ણમય બલાનક કર્યું, તેમાં તે પ્રતિમાની સ્થાપના કરી. શ્રાદ્ધવિધિ પ્રકરણ ર૬૭

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291