Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 11
________________ (શ્રાવકયોગ્ય ગુણો) medÉCamme psi isYel idlei eFtlemdeGCeceF& veeceiiej Flen o{DeJeeCebuFtflixCel us~~ 3 ~~ (छा. श्राद्धत्वस्य योग्यो भद्रकप्रकृति : विशेषनिपुणमतिः । न्यायमार्गरतिस्तथा दृढनिजवचनस्थितिर्विनिर्दिष्टः ।।) ૧ ભદ્રક પ્રકૃતિ, ૨ વિશેષ નિપુણમતિ, ૩ ન્યાયમાર્ગમાં પ્રેમ અને ૪ દૃઢ નિજપ્રતિજ્ઞસ્થિતિ - આ ચાર ગુણયુક્ત મનુષ્ય શ્રાવકધર્મને યોગ્ય છે, એમ જ્ઞાનીઓ કહે છે. જેનું હૃદય કદાગ્રહવાળું નથી પણ મધ્યસ્થતા વગેરે ગુણોથી સભર છે, તે ભદ્રકપ્રકૃતિવાળો છે. કહ્યું જ છે કે (૧) રાગી (૨) દ્વેષી (૩) મૂઢ અને (૪) પૂર્વે વ્યુાહિત કરાયેલો – ખોટી માન્યતાની પકડવાળો કરાયેલો – આ ચાર જણા ધર્મ માટે અયોગ્ય છે. જે મધ્યસ્થ છે, તે ધર્મમાટે યોગ્ય છે. ૧. અહીં રાગી એટલે દૃષ્ટિરાગી લેવાનો, જેમકે... ભુવનભાનુ કેવલીનો જીવ પૂર્વભવમાં વિશ્વસેન નામનો રાજકુમાર હતા. એ ત્રિદંડી-પરિવ્રાજકમતનો ભક્ત હતો. તેને સદ્ગુરુએ ભારે મહેનત કરી જૈનધર્મ પમાડ્યો. જૈનધર્મ પામવા છતાં અને એમાં દૃઢ કરાયો હોવા છતાં એ રાજકુમાર પૂર્વ પરિચિત પરિવ્રાજકની વાતમાં આવી જઇ દૃષ્ટિરાગના પ્રભાવે સમ્યક્ત્વ ગુમાવી બેઠો ને પછી અનંત સંસાર રખડ્યો. ૨. ભદ્રબાહુસ્વામીના ભાઇ વરાહમિહિર વગેરેની જેમ દ્વેષી પણ ધર્મને અયોગ્ય છે. ૩. શાસ્ત્રમાં વર્ણવાયેલા ગામડિયાની જેમ કહેવાયેલી વાતના ભાવાર્થને જે સમજી શકે નહીં તે મૂઢ છે. ગામડાના કુલપુત્રનું દૃષ્ટાંત એક ગામડાના એક કુલપુત્રને માતાએ ‘રાજાની સેવા કરવી હોય, તો વિનય કરવો જોઇએ’ એવી શિખામણ આપી. ત્યારે તેણે પૂછ્યું - ‘વિનય કેવી રીતે થાય?” માતાએ કહ્યું – ‘જુહાર કરવો, નીચું જોઇને ચાલવું અને રાજાની ઇચ્છા મુજબ કરવું.’ માતાની આ શિખામણ યાદ રાખીને એ રાજાની સેવા માટે નગર તરફ જવા નીકળ્યો. રસ્તામાં એણે મૃગલાઓને હણવા છુપાયેલા શિકારીઓને જોયા. તેથી માતાના વચનને યાદ કરી મોટા સ્વરે જુહાર કર્યો (‘જય રામજી કી’ વગેરે જે બીજાને સંબોધીને હાથ જોડીને માનાર્થે બોલાય, તે જુહાર કર્યો કહેવાય.) આ અવાજ સાંભળી ડરેલા મૃગલાઓ ભાગી ગયા. તેથી તેઓએ તેને માર્યો. ત્યારે તે કહેવા લાગ્યો, ‘મારી માતાએ મને શીખવ્યું હતું, તેથી મેં એમ કર્યું.’ ત્યારે શિકારીઓએ આને ભોળો જાણી મારવાનું બંધ કરી શિખામણ આપી - ‘આવા કાર્યપ્રસંગે મોટેથી બોલવું નહીં, પણ છુપા છુપા જવું.’ શિકારીઓની શિખામણ યાદ રાખીને ત્યાંથી આગળ જતાં માર્ગમાં ધોબીઓને જોઇ તે નીચો વળી છુપાતો છુપાતો ચાલવા લાગ્યો. આ બાજુ કો'ક ચોર રોજ ત્યાં છુપી રીતે આવી વસ્ત્રો ચોરી જતો હતો. તેથી આને છુપી રીતે જતો જોઇ ધોબીઓએ ‘આ જ ચોર છે’ એમ માની પકડીને મારવા માંડ્યો. એણે ત્યારે પૂર્વની બધી હકીકત કહી. ત્યારે એને ભોળિયો માની ધોબીઓએ છોડ્યો ને કહ્યું ‘આવા પ્રસંગે તો ધોવાઇને સાફ થઇ જાવ' એમ બોલવું જોઇએ. એ આગળ ચાલ્યો. ખેતરમાં ખેડુતોને બીજ વાવતા જોઇ એ બોલ્યો ‘ધોવાઇને સાફ થઇ જાવ’ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૦૩

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 291