Book Title: Shodhkholni Pagdandi Par
Author(s): Harivallabh Bhayani
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 11
________________ શોધ-ખોળની પગદંડી પર ૨. “વસુદેવહિંડીમાંથી પોતાના યુવાન મિત્રો મરુભૂતિ, ગોમુખ અને હરિસિંહ સાથે નદીકાંઠે વિહાર કરવા ચારુદત્ત નીકળ્યો તે પ્રસંગના વર્ણનનો નીચેનો અંશ અહીં “વસુદેવહિંડી'માંથી (ડૉ. ભોગીલાલ સાંડેસરાના ગુજરાતી અનુવાદરૂપે, આભાર સાથે) નીચે ઉદ્ધત કર્યો છે. | દૂર સૂધી જઈને પછી તે (ગોમુખ) હર્ષપૂર્વક પોતાના મિત્રોને બોલાવવા લાગ્યો, “આવો, આવો, જલદી આવો! આશ્ચર્ય જાઓ.” એટલે મેં તેને કહ્યું, ‘સુન્દર ! કહે કેવું આશ્ચર્ય છે?” તેણે ઉત્તર આપ્યો, “આ તો આશ્ચર્યોનું પણ આશ્ચર્ય છે, એમાં તમારે વિચાર કરવાનું શું છે ? જુઓ.’ મરુભૂતિ પ્રત્યેના માનની ખાતર અમે તે પ્રદેશમાં ગયા. ત્યાં અમને મરુભૂતિએ પ્રવાહના પાણીથી ભરેલું, અત્યંત સૂક્ષ્મ રેતીના પુલિનમાં પડેલું હોવાને કારણે જાણે કે પહેરેલાં વસ્ત્રમાંથી પડેલું હોય તેવું, અળતાને કારણે કંઈક પીત વર્ણવાળું કોઈ યુવતિનું પગલું બતાવ્યું. ગોમુખ બોલ્યો, આવા પુલિનભાગમાં શું આશ્ચર્ય છે? આવાં પાણીથી ભરેલાં સ્થળો તો ઘણાં હોય છે.' મભૂતિ બોલ્યો, “અહીં જે આશ્ચર્ય છે તે જાઓ.' એમ કહીને તેણે બીજાં બે પગલાં બતાવ્યાં. એટલે ગોમુખે તેને કહ્યું, “જો આવી વસ્તુઓ આશ્ચર્યરૂપ હોય તો આપણાં પગલાંઓ તો સેંકડો આશ્ચર્યરૂપ ગણાવાં જોઈએ, મરુભૂતિ બોલ્યો, “આપણાં પગલાં અનુક્રમે પડેલાં હોય છે, ત્યારે આ તો બુચ્છિન્ન માર્ગવાળાં છે– અર્થાત્ આ ક્યાંથી આવ્યાં અને ક્યાં ગયાં તે કંઈ સમજાતું નથી, માટે આપણે તે ધ્યાનપૂર્વક જોવાં જોઈએ.” આ સાંભળીને હરિસિંહ બોલ્યો. “એમાં શો વિચાર કરવાનો છે? કોઈ એક પુરુષ આકિનારે ઊગેલા વૃક્ષ ઉપર ચઢીને એક ડાળીથી બીજી ડાળી ઉપર જતો હશે, પણ કોઈ લતા-ડાળ અત્યંત પાતળી હોવાને કારણે પુલિન ઉપર ઊતર્યો હશે, અને ફરી પાછો વૃક્ષ ઉપર ચઢી ગયો હશે.” એટલે ગોમુખે વિચાર કરીને કહ્યું, “એ બંધ બેસતું નથી. જો તે વૃક્ષ ઉપરથી ઊતર્યો હોત તો હાથપગના આઘાતને લીધે પડેલાં લીલાં, સૂકાં અને પાકાં પત્ર, પુષ્પ અને ફળ આ પુલિન ઉપર તેમ જ પાણીમાં વેરાયેલાં હોત.” પછી હરિસિંહે કહ્યું “તો આ પગલાં કોનાં હશે?” ગોમુખ બોલ્યો, “કોઈ આકાશગામીનાં પગલાં છે. એટલે હરિસિંહે પૂછ્યું, “તો શું દેવનાં છે? રાક્ષસનાં છે? ચારણશ્રમણનાં છે? કે ઋદ્ધિમાનું ઋષિનાં છે?” ગોમુખે ઉત્તર આપ્યો, ‘દેવો તો જમીનથી ચાર આગળ ઊંચે જ ચાલે છે; રાક્ષસો મોટા શરીરવાળા હોય છે, એટલે તેમનાં પગલાં મધ્ય ભાગમાં ઉન્નત હોય છે; અને જલચર પ્રાણીઓને ત્રાસ ન થાય એટલા માટે ચારણશ્રમણો જલ-તીરે ફરતા નથી.” હરિસિંહ બોલ્યો, “જો એ પૈકી કોઈનાં યે આ પગલાં ન હોય, તો કોનાં હશે?” ગોમુખે કહ્યું, “વિદ્યાધરનાં હરિસિંહે કહ્યું, “કદાચ વિદ્યાધરીનાં પણ હોય.” ગોમુખ બોલ્યો, “પુરુષો બળવાનું હોઈને ઉત્સાહપૂર્વક ચાલે છે. વિશાળ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 222