Book Title: Shatrunjay uper thayel Pratishthano Ahewal
Author(s): Ratilal D Desai
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 205
________________ પરિશિષ્ટ ૩: અખબારની નજરે પ્રતિષ્ઠા મહોત્સવ ૧૪૭] મહોત્સવના શિરમોર સમો મહોત્સવ આવતી કાલે સવારે ૯-૩૬ વાગે શ્રી શત્રુંજય પર્વત પર પ્રતિષ્ઠા મહોત્સવ મૂળનાયક ભગવાન આદિનાથ તેમ જ અન્ય ૫૦૪ જિનબિંબની પ્રતિષ્ઠા દ્વારા ઊજવાશે. જૈનો માટે અતિ મહત્ત્વ ધરાવતા આ ઉત્સવ લગભગ ૪૫૦ વર્ષ બાદ આવ્યા છે કે દેશભરમાંથી ૩૦૦૦૦ જેટલા ભાઈએ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે. આ મહોત્સવ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય કસ્તુરસૂરીશ્વરજી મહારાજ આદિ ઠાણની શુભ નિશ્રામાં ઊજવાઈ રહ્યો છે. પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આજે બપોરે પાલીતાણામાં જલયાત્રાને ભવ્ય વરઘોડે નીકળે હતો. મંદિરની નગરી સમા, જેનો માટે અતિ પવિત્ર મનાતા, પાલીતાણાના આ તીર્થમાં આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભારે ઉમંગ અને ઉલ્લાસનું વાતાવરણ ફેલાવા પામ્યું છે. (૭–૨–૭૬) - “ પુણ્યાહમ પુણ્યાહમ, છ પ્રિયતાં પ્રિયતાના પવિત્ર સૂત્રોચ્ચાર વચ્ચે આજે સવારે બરાબર ૯-૩૬ કલાકે જેનોના પવિત્ર તીર્થાધિરાજ શત્રુંજય પર્વત પર શ્રી દાદાની ટૂંકમાં નવનિર્મિત બાવન જિનપ્રાસાદ તેમ જ અન્ય સ્થાનમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન સહિત ૫૦૪ જેટલાં જિનબિંબની પ્રતિષ્ઠાવિધિ થઈ હતી. લગભગ ૪૫૦ વર્ષે આવેલ આ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પ્રસંગે દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ તેમ જ જૈન સાધુ-સાધ્વીજીઓએ અંતરના ઉલ્લાસ અને ઉમંગથી, ઊલટભેર, આ પ્રસંગમાં ભાગ લીધો હતો. સિદ્ધિની સીડી સમા આ મહાતીર્થમાં પ્રતિષ્ઠાને સમય થતાં આ મહાતીર્થ સહિત દેશભરનાં મોટાભાગનાં જિનાલમાં ઘંટારવ થયા હતા. લગભગ ત્રણ હજાર પગથિયાં ધરાવતા બેથી ત્રણ માઈલ ઊંચા શત્રુંજય પર્વત પર વહેલી સવારથી સાંજ સુધી ભાવિક જૈન-જૈનતરના મોટા સમૂહની આવનજાવન રહી હતી. ઈતર કમાંમાં પણ આ શુભ પ્રસંગની ખુશાલીમાં મીઠાઈ વહેંચવામાં આવી હતી. પાલીતાણું શહેરમાં આવેલ જૈન ધર્મશાળાઓ તેમ જ માર્ગો કાલે રાત્રે આ પ્રસંગની ખુશાલીમાં વિવિધ પ્રકારની રંગીન રોશનીથી ઝળહળાં કરવામાં આવ્યાં હતાં. નજરબાગ ખાતે આ પ્રસંગે અખિલ ભારત જેન સંઘ તરફથી શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના થયેલ સન્માનને પ્રત્યુત્તર આપતાં શ્રી કસ્તુરભાઈ એ જણાવ્યું હતું કે, પ્રતિષ્ઠા માટે નકરાની પ્રણાલિકા અપનાવીને આણંદજી કલ્યાણજીની પેઢીએ સામાન્ય સ્થિતિના ભાવિકને પણ લાભ આપ્યો છે અને તેનાથી સામાન્ય સ્થિતિનાં ભાઈઓ તેમ જ બહેનમાં જે લાગણીભીને ઉલ્લાસ ઊઠડ્યો છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. (તા ૮-૨-૭૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232