Book Title: Shatak
Author(s): Abhayshekharsuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 11
________________ ચિંતન તેઓ શ્રીમદ્ભા છે, માત્ર મારા શબ્દોમાં રજુઆત છે... સ્વ. પૂજ્યપાદ ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. વગેરે પાસે ન્યાયગ્રન્થોનું અધ્યયન થવાથી ખીલેલી તર્કશક્તિ પણ પ્રશ્નો ઉઠાવવામાં, એના સમાધાન શોધવામાં, એ સમાધાનમાં વળી બીજા કોઈ પ્રશ્નો અસંગતિ વગેરે ઊભા નથી થતા ને ? એ ચકાસવામાં, એ થતા હોય તો એ ટળી જાય એ રીતે પૂર્વપ્રશ્નનું નવું સમાધાન શોધવામાં.... આ બધામાં ખૂબ ભાગ ભજવે છે. આ બધી વાતો જણાવવા પાછળનું પ્રયોજન પણ જણાવી દઉં. મારે તે તે દરેક સાધુ-સાધ્વીવૃન્દના વડીલોને ભલામણ કરવી છે કે પોતાના આશ્રિત સાધુ-સાધ્વીજીનું અધ્યયન માત્ર પગારદાર પંડિતોના ભરોસે છોડી દેતા મહાત્માઓપાસે જ મહાત્માઓનું અધ્યયન થાય એવી વ્યવસ્થા ઊભી કરવી. મારું તો શ્રી પ્રેમ-ભુવનભાનુ સૂરિસમુદાય પામવાનું એવું પરમ સૌભાગ્ય છે કે જેમાં ગુરુપરંપરાથી આ પદ્ધતિ જ આજ સુધી લગભગ ચાલી આવી છેને હજુ ચાલુ છે. આનાથી ભણનારને, ભણાવનાર ગુરુ કે ગુરુભાઈ પ્રત્યે વિશેષ પ્રીતિ ઊભી થવી, વંદન-આદર બહુમાનપડિલેહણાદિ વૈયાવચ્ચ વગેરેના કારણે ક્ષયોપશમ વધારે ખીલવો, પ્રાપ્ત થયેલું જ્ઞાન પરિણતિરૂપ બનવાની વધતી શક્યતા, પંડિતની વ્યવસ્થા હોય ત્યાં વર્ષો સુધી સતત રહેવાની જરૂર નહીં કે એ માટે ગુરુ થી અલગ પડવાની જરૂર નહીં, વગેરે અનેક લાભ થાય છે. તો ભણાવનારને પણ પદાર્થો ઉપસ્થિત રહેવા, નવી-નવી ફુરણાઓ થવી, સતત શાસ્ત્રવ્યાસંગ રહેવો, એના કારણે અન્તર્મુખતા જળવાઈ રહેવી કે જે સંયમમાં સાચા આનંદનો આસ્વાદ કરાવનાર છે, આશ્રિતો પરનું વાત્સલ્ય, શાસનભક્તિ વગેરે અનેક અનેક લાભ થાય છે. આ થોડા લાભો જણાવ્યા છે. આ સિવાય પણ અનેક લાભો છે. દરેક શ્રમણ-શ્રમણીવૃન્દમાં આવી અધ્યયન-અધ્યાપન પદ્ધતિ જીવંત બને-વેગીલી બને-એવી પરમકૃપાળુ પરમાત્માને હું પ્રાર્થના કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 236