Book Title: Shastra Vartta Samucchay Part 02
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasuri Gyanmandir

View full book text
Previous | Next

Page 235
________________ આજ વાતને સ્પષ્ટ કરે છે– • यद् यदेव यतो यावत् , तत् तदैव ततस्तथा । नियतं जायते न्यायात् , क एतां बाधितुं क्षमः ॥ ६२ ॥ १७४ ॥ જે વસ્તુ (ઘટાદ) જે કાળમાં જ જેનાથી (દંડાદિ કારણથી) જેટલા પ્રમાણવાળી દેખાય છે, તે વસ્તુ (ઘટાદિ ) તે કાળમાં જ તેનાથી (દંડાદિ કારણથી) તેટલા પ્રમાણુવાળી નિયત (નિયતિથી કરાએલા નિયમિત સ્વરૂપવાળી) ઉત્પન્ન થાય છે. આ યુક્તિથી નિયતિને અન્યથા કરવા કોણ સમર્થ છે? (૨) નિયતિનું સામર્થ્ય – न चर्ते नियति लोके, मुद्गपक्तिरपीक्ष्यते । ચમાવામિડષિ, નાણાંવરિયા થતઃ છે ઘરૂ છે ૧૭૫ છે. લોકને વિષે મગનો પાક (મગનું રંધાવવું) પણ નિયતિ સિવાય જોવામાં આવતું નથી. ભલે એવી જાતના સ્વભાવાદિ તેમાં હોય, છતાં પણ આ મગનો પાક અનિયત નથી. એટલે સજાતીય અને વિજાતીયમાં નહીં દેખાતવિલક્ષણ સ્વરૂપથી રહિત નથી.અર્થાત સહિત છે, માટે નિયતિ સિવાય આ હકીક્ત બની શકશે નહીં. સ્વભાવ તે માત્ર રંધાવવું એટલી જ યોગ્યતા આપે છે, પણ રંધાવવા રંધાવવામાં જે વિલક્ષણતા રહે છે તેને માટે નિયતિ સિવાય અન્ય કોઈ હેતુ નથી. (૬૩) નિયતિ ન માનવામાં આવે તો દોષ अन्यथाऽनियतत्वेन, सर्वाभावः प्रसज्यते । अन्योऽन्यात्मकतापत्तेः क्रियावैफल्यमेव च ॥ ६४ ॥ १७६ ॥ અમુક જ વસ્તુ અમુકથી જ અમુક કાળે જ અમુક જ પરિમાણાદિ વાળી” એવો નિયમ નિયતિ નામના તત્વ સિવાય ઘટી શકતો નથી. આજ વાત પૂર્વે પણ જણાવી છે, છતાં પણ નિયતિ નામનું તત્વ જો માનવામાં ન આવે તો કોઈ પણ વસ્તુનો નિયમ ઘટી શકશે નહીં. આથી વસ્તુ માત્રને અનિયતપણું થઈ જશે. અર્થાત્ દંડાદિકથી ઘટ થાય જ એ નિયમ ઘડી શકશો નહીં, કારણકે અનિયતપણાને લઈને દંડાદિકથી ઘટ ન થાય એ વસ્તુ પણ સામે આવીને ઉભી રહે છે.

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262