________________
દિવસ પૂના શ્રીસંઘની વિશાલ માનવમેદિની સમક્ષ સુંદર રીતે ઉજવાયો હતો. અને એ સમયે પૂ. આચાર્ય મહારાજ સાહેબ, પૂ. પભ્યાસ શ્રીદક્ષ વિજયજી મ. પૂ. પચાસ શ્રી સુશીલવિજયજી મ. અને પૂ. આચાર્ય શ્રીવિજય પ્રેમસૂરીશ્વરજી મના શિષ્ય રન પૂ. ભાનુવિજયજી મ.નાં પ્રવચને સુંદર થયાં હતાં. એ સમયે સાધુ અને સાધ્વી સમુદાય વિશાલ પ્રમાણમાં હતો.
" [૧૪] શ્રી ઋષભદેવ કેશરાદિ મંદિર પ્રાસાદનો વાર્ષિક–સાલગીરી મહોત્સવ પૂ. આચાર્યદેવની નિશ્રામાં ઘણુંજ સમારોહપૂર્વક ઉજવાયો હતો.
[૧૫] ભારતીય લોકસભાના સ્પીકર ગ. વ. માવલંકર દાદા, અમેરિકન પ્રોફેસર વૉલ્ટર માઉરર, જર્મની પ્રોફેસર કલૉસ બુમ, જાપાની પ્રોફેસર કિમુરા (ઉર્ફે હૃદયકુમાર), એલજીઅમ પ્રોફેસર, મહારાષ્ટ્રના જમખંડી સ્ટેટના મહારાણી તથા જત સ્ટેટના મહારાણ, એ ઉપરાંત પૂનાના અને બહારના જેનજૈનેતર અનેક વિદ્વાનો અને અધિકારીઓ વગેરે પણ પૂજ્યપાદ આચાર્યદેવના દર્શનાર્થે અવારનવાર અનેકવાર આવ્યા હતા. ધર્મોપદેશ અને ધર્મચર્ચા વગેરે શ્રવણથી અનહદ આનંદ પામી અને પોતાના આત્માને કૃતકૃત્ય માની, જૈનધર્મની તથા પૂજ્ય આચાર્યદેવની વિદ્વત્તા અને તેઓશ્રીએ કરેલી અનુપમ સાહિત્ય સેવાની ભૂરિસૂરિ પ્રશંસા કરી હતી.
જ્યાં સુધી પૂ. આચાર્ય મહારાજ સાહેબ પૂનામાં રહ્યા ત્યાંસુધી બહાર ગામના પણ અનેક જૈન સદ્હ સ્થોએ વંદનાદિકનો લાભ લીધો હતો.
[ જેમાં અમદાવાદથી નગરશેઠ વિમલભાઈ મયાભાઈ, સ્વ. નગરશેઠ કસ્તૂરભાઈના પુત્ર અણુભાઈ અને જગદીશભાઈ આદિ, શેઠ-કસ્તુરભાઈ લાલભાઈ શેઠ કાન્તિલાલ ભોગીલાલ, શેઠ શાન્તિકુમાર જગાભાઈ ૫. આચાર્યદેવના પરમભક્ત શેરદલાલ લાલભાઈ કુલચંદ ઘીયા, શેઠ મણુલાલ લલ્લુભાઈ તેલી, શેઠ સારાભાઈ જેસિંગભાઈ ફતાસાની પોળવાળા, શેઠ જેસિંગભાઈ ઉગરચંદ, શેઠ વાડીલાલ ચકુભાઈ, શેઠ વાડીલાલ સાંકળચંદ શેઠ કુલચંદ છગનલાલ, શેઠ જયંતિલાલ બુધાભાઈ વગેરે.