Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 37
________________ શેરબજારની સિસ્મોલોજી આ બધા રઘવાટમાં વાંકા વળવાના કારણે તમારા ખિસ્સામાંથી ખણખણિયા પડી ને ફરશ પર પથરાઈ જાય એ નફામાં !” આ સંદર્ભમાં “ધી ગ્રેટ સપ્રાઇઝ શો'ની વાત યાદ આવી જાય. આખા ગામમાં ધૂમ જાહેર થઈ હતી આ શો અંગે ! તેમાં પણ ફ્રી એન્ટ્રી હોવાથી “મફત કા તમાશા'ને પાછું તેડું મળ્યું. તંબુ ભરચક ભરાઈ ગયો. શો પૂર્ણ થયા બાદ એકઝિટ ગેટ પાસે ઊભેલા બે-ત્રણ પહેલવાનો દરેક દર્શક પાસેથી રૂપિયા એકસો કઢાવતા હતા. તેમાં ચડભડ થઈ. જાહેરખબરમાં ચમકેલા “ફ્રી એન્ટ્રી' શબ્દ તરફ બધાએ જ્યારે ધ્યાન દોર્યું ત્યારે પેલા રૂસ્તમોએ જબરો ખુલાસો કર્યો : “એન્ટ્રી તો ફ્રી જ હતી. બહાર નીકળવાના એક સો ! મૂકતા જાવ.” શેરબજારના રોકાણકારોએ મજાની આ રમૂજને એક પાઠ્યક્રમની માફક જોવી જરૂરી છે. નજીવી મૂડીએ મોટા ખેલ કરી શકવાનું પ્લેટફોર્મ એ સરપ્રાઈઝ શોની ફ્રી એન્ટ્રી છે. પણ ક્યારેક મોટું માર્જિન ભરીને હાંસિયામાં ધકેલાઈ જવાનું બને ત્યારે એકઝિટ ફીનું રહસ્ય ખૂલે છે ! આકાશમાં ચમકતો તારો પોતાની લાઇટ ગુમાવી દે છે અને સંકોચાઈને બ્લેકહોલ તરીકે ઓળખાય છે. તેની gravity ના કારણે તેની આસપાસના પદાર્થને તે ખેંચી લે છે. ૨૯

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78