________________
શારદા શિખર
૧૮૯ ભગવંતનું શાસન આત્માને સુધારી શકે. શુધ્ધ રત્નત્રયી (જ્ઞાન-દર્શન–ચારિત્ર) અને તત્વત્રયી (દેવ-ગુરૂ અને ધર્મ) સર્વસના શાસનમાં મળે છે. તેથી શુધ્ધ રત્નત્રયી અને તવત્રયીની સાધના અને શ્રધ્ધા દ્વારા આત્માને સુધારવાને પુરૂષાર્થ કરવો જોઈએ. જે અહીં પુરૂષાર્થ ન કર્યો તો પાછળથી પસ્તાવું પડશે.
બંધુઓ ! જેની રક્ષાને જિનશાસન જેરારથી ઉપદેશ આપે છે. નાનામાં નાના જીવથી માંડીને મોટામાં મોટા જીવની રક્ષા આ જિનશાસનમાં થાય છે, તેવી બીજે ક્યાંય નથી. તેમજ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતેષ, તપ, જપ, વ્રત, વિરતિ, જ્ઞાન-ધ્યાન, સત્ય સિધ્ધાંતો વિગેરેની સત્યતા, શુધ્ધતા, યથાર્થતા જે સર્વસના શાસનમાં જોવામાં આવે છે તે બીજે ક્યાંય જોવામાં આવતી નથી. મેક્ષ અને સંસારનું યથાર્થ સ્વરૂપ જે અહીં જોવા મળે છે તેવું બીજે જોવા મળતું નથી. ભવના કારણે અને મેક્ષના કારણે જુદા જુદા તારવીને સ્પષ્ટ બતાવનાર હોય તો તે જૈનશાસન છે. માટે આવું સકલ જીવ માત્રનું હિત કરનારું દુર્લભ શાસન પામીને તમે પ્રમાદમાં પડીને આત્માનું અહિત કરશે. નહિ. પણ આત્માનું હિત કરવા માટે સર્વશના શાસનને વફાદાર રહે.
જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનનો અધિકાર ચાલે છે. તેમાં બલરાજાને સર્વજ્ઞ ભગવંતનું શાસન મળ્યું. એ શાસનમાં દીક્ષા લઈને ૧૧ અંગોનો અભ્યાસ કર્યો. ઘણું વર્ષો સુધી શુધ્ધ ચારિત્રનું પાલન કરીને છેલ્લે ચારૂ પર્વત ઉપર જઈને એક મહિને અનશન કરીને સંથારે કરી સિધ્ધ-બુધ્ધ અને મુક્ત થયા. આ રીતે બલરાજાએ સર્વસનું શાસન પામીને પિતાના આત્માને શાશ્વત સુખને સ્વામી બના, આ વાત અહીં પતી ગઈ. - બલરાજાની ગાદી ઉપર તેમના પુત્ર મહાબલકુમાર આવ્યા. તેમને પણ કમલશ્રી પ્રમુખ પાંચસો રાણીઓ હતી. એક તે મોટું વિશાળ રાજ્ય છે. વળી મનગમતી એકએકથી ચઢીયાતી ૫૦૦ રાણીઓ છે. આટલું સુખ હોવા છતાં પણ મહાબલકુમાર અનાસક્ત ભાવથી રહે છે. કારણકે જે રાજ્ય અને રાણીઓને છેડીને પિતાના પિતાએ દીક્ષા લીધી એ રાજ્ય અસ્થિર છે, કર્મબંધન કરાવનારું છે ને એક દિવસ તે આવશ્ય છેડવાનું છે. આવું તે સમજતો હતો એટલે તે રાજ્યમાં કેવી રીતે રહેતાં હતાં?
जहा पाम्मं जले जायं, नोव लिप्पइ वारिणा। પર્વ રત્ત વાહિ, તે વિષે ઘૂમ માપ | ઉત્ત. સૂ. અ. ૨૫ ગાથા ૨૭
જેમ કમળ કીચડમાં ઉત્પન્ન થાય છે ને પાણીમાં રહે છે છતાં પાણીમાં લેપાતું નથી. પાણીથી અધ્ધર રહે છે. તેમ આ સંસારમાં કદાચ તમે બધા સાધુ ન થઈ શકે પણ સંસારમાં રહે તે કેવી રીતે રહે? કમળ જેમ કાદવથી અલિપ્ત