________________
૧૦૨
એકત્વ ભાવના
જે પાણીમાં ઓગળી જાય. જે અગ્નિમાં બળી જાય તે પુદ્ગલ છે.
• જે છાયા દેખાય, પ્રકાશ દેખાય છે. જે આકાર છે. તે બધું જ પુદ્ગલનો પર્યાય છે. પુગલનો ધર્મ છે સડવું પડવું અને નાશ થવો. જે ચર્મચક્ષુથી દેખાય તે પુદ્ગલ છે. આત્મા અરૂપી છે. માટે ચક્ષુથી દેખાતો નથી એટલે પૌદ્ગલિક નથી.
જે વધે- જે ઘટે, જે નાશ પામે તે પુગલ. તેના અનંતા પર્યાયો છે. તે પરિવર્તનશીલ છે. માટે તેના ઉપર રાગ કે દ્વેષ ન કરાય, પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં હર્ષ-શોક ન કરવો.
આવા પુદ્ગલનું આવરણ દૂર થશે ત્યારે જ આત્મ વિચાર રૂપ ચંદન વૃક્ષની શીતલહવાનો સ્પર્શ થશે. આત્માનંદ મેળવવા માટે આત્મચિંતન કરવું પડશે. આત્મચિંતન કરતાં જીવ એકત્વમાંથી સમત્વમાં આવે છે. માટે જ ગ્રન્થકાર ભગવંત આગળની ગાથામાં જણાવે છે કે આત્માનું! તુંનમિરાજની જેમ પરમાનંદની સંપત્તિ પ્રાપ્ત કર. “મિરાજવતુ” કહી નમિરાજાની જેમતું આત્મ વિચાર કર, તારું શું અને પારકું શું એનો વિચાર કર. ઉત્તરાધ્યયન સૂત્રમાં ઈન્દ્ર અને નમિરાજનો સંવાદ રોચક અને હૃદયંગમ છે તે ભગવાન મહાવીર સ્વયં બતાવેલ છે.
નમિરાજ મિથિલા નગરીના મહારાજા હતા. એકવાર એમને શરીરમાં દાહજ્વર ઉત્પન્ન થયો. રાણીઓ સેવા કરે છે, બાવના ચંદન ઘસે છે. ઠંડક થવાથી ઉંઘ આવે છે. પણ હાથે પહેરેલ કંકણનો અવાજ થવાથી જાગી જાય છે અને કહે છે કે આ અવાજ બંધ કરો. રાણીઓ વિચારે છે કે અવાજ બંધ ત્યારે જ થાય કે ચંદન ઘસવાનું બંધ કરીયે અને ચંદન ઘસવાનું બંધ થાય તો ઠંડક ક્યાંથી આવે અને ઠંડકના અભાવે ઊંઘ પણ ન મળે છેવટે બહુ વિચારીને સૌભાગ્ય-સૂચક એક-એક કંકણ રાખી બાકીના કંકણ કાઢી નાખ્યાં.
રાજાને શાન્તિથી ઉંઘ આવી ગઈ. જાગ્યા ત્યારે રાણીને પૂછ્યું કે અવાજ કેવી રીતે બંધ થયો. તો રાણીઓએ કહ્યું કે એક કંકણ હતું માટે અવાજ ને આવ્યો બસ.. આ જ વાત ઉપર રાજા વિચારમાં ગરકાવ થઈ ગયો. બે હોય તો અવાજ થાય. બે હોય ત્યારે કલેશ કંકાસ અને ચિંતાઓ આવે એકમાં કંઈ જ નહિ.