Book Title: Shant Sudharas Part 03 Author(s): Bhadraguptasuri Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana View full book textPage 2
________________ જાણીતા પ્રવચનકાર અને સાહિત્યસર્જક આચાર્ય શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ શ્રાવણ શુક્લા ૧૨ વિ.સ. ૧૯૮૯ના દિવસે (મહેસાણા-ગુજરાત)માં મણીભાઈ અને હીરાબેનના કુળદીપક રુપે જન્મેલા મૂળચંદભાઈ જાઈની જેમ ઉઘડતી જવાનીના ઉંબરે ૧૮ વરસની ઉમરમાં વિ. સ. ર૮ના પોષ વદ ૫ના દિવસે રાણપુર (સૌરાષ્ટ્ર)માં પોતાના પરમ શ્રદ્વેય આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને ભાનુવિજયજી મહારાજ (વર્તમાનમાં આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી)નું શિષ્યત્વ સ્વીકારે છે. મુનિશ્રી ભદ્રગુમવિજયજીના રુપે દીક્ષાજીવનના આરંભથી જ પોતાના ગુરુદેવોના માર્ગદર્શન તળે એમની અધ્યયન-અધ્યાપનની સુદીર્ઘ યાત્રા આરંભાય છે. ૪૫ આગમોના સટીક અધ્યયન ઉપરાંત દાર્શનિક, ભારતીય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન, કાવ્ય-સાહિત્ય વગેરે ‘માઇલસ્ટોન’ વીતાવતી એમની યાત્રા સર્જનાત્મક ક્ષિતિજો તરફ વળી. ‘મહાપંથનો યાત્રી’ નામના પુસ્તકથી ર૦ વરસની ઉમરે આરંભાયેલી એમની લેખનયાત્રા ૧૦૦ જેટલા પુસ્તકોનું સર્જન કરીને પણ અનવરત-અથક ચાલે છે. જાતજાતનું મૌલિક સાહિત્ય, જ્ઞાનસાર-પ્રશમરતિ જેવાં ગ્રંથો પર તત્ત્વજ્ઞાનની સર્વગ્રાહી વિવેચના, જૈન રામાયણ વગેરે લાંબી કથાઓ ઉપરાંત નાની નાની વાર્તાઓના સાહિત્યની સાથે કાવ્યગીતો, પત્રોના માધ્યમથી જીવનપર્શી સ્વચ્છ અને સ્વસ્થ માર્ગદર્શન... આમ સાહિત્યસર્જનની યાત્રા રોજબરોજ વધુ ને વધુ સમૃદ્ધ બનતી જાય છે. પ્રેમાળ સ્વભાવ પ્રસન્ન અને મૃદુ-મધુર આંતર-બાહ્ય વ્યકિતત્વ અને સંઘશાસન માટે બહુજનહિતાય- બહુજનસુખાય એવી વિવિધ પ્રવૃત્તિઓ એમના જીવનનું મહત્ત્વપૂર્ણ પાસુ છે. વિશેષ કરીને ઉગતી પેઢી અને નાના બાળકોના સંસ્કાર-સર્જનની પ્રક્રિયામાં એમની રુચિ છે— સંતુષ્ટિ છે. પ્રવચન, વાર્તાલાપ, સંસ્કાર શિબિર, જાપ-ધ્યાન અનુષ્ઠાન અને પરમાત્મ ભક્તિના વિશિષ્ઠ આયોજનોના માધ્યમથી એમનું બહુમુખી વ્યક્તિત્વ એટલુંજ ઉદ્દાત્ત અને ઉન્નત બન્યું છે. ગુજરાત / રાજસ્થાન / મહારાષ્ટ્ર / તામિલનાડુ/ આન્ધ્ર / મધ્યપ્રદેશ પ્રદેશોમાં વિહારયાત્રા દ્વારા એમના હાથે અનેક ધર્મપ્રભાવનાના કાર્યો સંપન્ન થયા છે. ‘અરિહંત’ (હિન્દી માસિક પત્ર) તથા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ : મહેસાણા દ્વારા એમનું સાહિત્ય હિન્દી - ગુજરાતી - અંગ્રેજી ભાષામાં નિયમિત પ્રગટ થતું રહે છે. કોલ્હાપુર (મહારાષ્ટ્ર) ખાતે ૪-૫-૮ના દિવસે એમના ગુરુદેવે એમને આચાર્યપદ પ્રદાન કર્યું. ત્યારથી એઓ આચાર્ય શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વ મહારાજ તરીકે ઓળખાય છે. श्रीयुत संपतराज सो चकल्याण Ic महेरा પરમ કલન કરPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 356