Book Title: Shant Sudharas Part 02
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 13
________________ જ્યારથી તારું અસ્તિત્વ છે, ત્યારથી તારી સાથે કર્મ જોડાયેલાં છે. ક્ષીર-નીરની જેમ મળેલાં છે. આત્મા જો સૂર્ય સમાન છે તો કર્મ વાદળ સમાન છે. વાદળોએ સૂર્યને આચ્છાદિત કરી રાખ્યો છે. આત્મામાં કર્મોનો જે પ્રવેશ છે, તે પરદ્રવ્યનો પ્રવેશ છે. જ્યાં સુધી આત્મામાં કર્મ રહેશે ત્યાં સુધી જન્મ-મૃત્યુનાં દુઃખો રહેશે. આધિ, વ્યાધિ-ઉપાધિ રહેશે જ. શોકસંતાપ રહેશે જ. અનાદિકાળથી આત્માએ જે દુઃખો સહ્યાં છે, જ્યાં જ્યાં દુઃખો સહ્યાં છે. તે બધાં કર્મને કારણે જ સહ્યાં છે. ભેદજ્ઞાન પ્રાપ્ત કરો : એટલા માટે સૌથી પ્રથમ ભેદજ્ઞાન ભિન્નતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. હુંકમથી જુદો છું. કર્મો મારાથી ન્યારાં છે, એ જુદાઈનું જ્ઞાન ભેદજ્ઞાન” કહેવાય છે. પુદ્ગલના જે ગુણધર્મો છે - શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ - આ ગુણધમોંથી હું-આત્મા ન્યારો છું - અન્ય છું. પુદ્ગલગીતા'માં શ્રી ચિદાનંદજીએ કહ્યું છે - - પુદ્ગલથી ન્યારા સદા જે જાણ અફરસી જીવ, તાક્ત અનુભવ ભેદજ્ઞાનથી, ગુરુગમ કરો સદીવ. ‘ગુરુગમ કરો સદીવ’ - મહત્ત્વપૂર્ણ વાત કહી છે ચિદાનંદજીએ. આત્મજ્ઞાની ગુરુનો સદા પરિચય કરતા રહો. એનાથી જ ભેદજ્ઞાન પ્રાપ્ત થશે. “જીવ પુદ્ગલથી, કમથી ન્યારો છે” એવો અનુભવ ભેદજ્ઞાનથી જ સંભવ છે અને એવું ભેદજ્ઞાન સગર-પરિચયથી જ શક્ય બને. જે આત્મા જ્ઞાની હોય એને જ ગુરુ સમજવો. આ વિષયમાં ‘ઉપનિષદ’ની એક વાત સંભળાવું. એક વાર પાંચ-સાત ઋષિઓ તત્ત્વવિષયક ચર્ચા કરતા હતા. એક ઋષિ બોલ્યા : “આપણે પ્રતિદિન -ઉપદેશ આપીએ છીએ કે, “આત્મા અમર છે, આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે, આત્મા વગર દુનિયામાં કશું નથી.” આપણામાંથી કોઈને આ વાતનો અનુભવ છે ખરો? અન્યથા આવી વાતો કરવાથી શો લાભ? બીજાઓએ પણ આ વાતની પુષ્ટિ કરી અને નિર્ણય કર્યો કે “ચાલો આપણે કોઈ આત્મજ્ઞાની ત્રઋષિની પાસે જઈએ, એ આપણને આત્માનુભવની બાબતમાં માર્ગદર્શન આપે.” તે બધા ઉદ્દલક ત્રઋષિ પાસે ગયા. એ સમયે ઉદ્દલક ઋષિ આત્મજ્ઞાનીના રૂપમાં પ્રસિદ્ધ હતા. ઉલ્લક ઋષિએ ઋષિઓને આવતાં જ - જોઈને જાણી લીધું કે આ બધા મારી પાસે કેમ આવ્યા છે ? આત્માના અનુભવના વિષયમાં વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તેઓ મારી પાસે આવ્યા છે, પરંતુ મારું એવું જ્ઞાન નથી. હું એમને એની અનુભૂતિ કરાવી શકું તેમ નથી. એટલા માટે હું આ ઋષિવરોને એવા આત્મજ્ઞાની પાસે મોકલું કે જેથી એમની જિજ્ઞાસા સંતોષાય અને તેમના મનનું સમાધાન થાય. [ અન્યત્વ ભાવના ૩]

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 308