Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 15
________________ સ્નાન કરવાની. કેટલાય કલાકો એ મહાપ્રવાહમાં પડ્યા રહો. જે રીતે પ્રચંડ તાપના દિવસોમાં લોકો તળાવમાં, નદીમાં, સરોવરમાં બાથ - Bathમાં પડ્યા રહે છે ને ? તે તાપથી બચે છે અને શીતળતા પ્રાપ્ત કરે છે. આમ સંતપ્ત મનને શાન્તિ આપવી હોય તો ‘શાન્તસુધારસ’ના બાથમાં સ્નાનાર્થે પ્રતિદિન આવતા રહો. આ ભવ-વન છે ઃ : અને ઉપાધ્યાયજીએ ગ્રંથનું મંગલાચરણ કરતાં તીર્થંકરોની રમ્ય, કરુણાસભર હિતકારી વાણીની સ્તુતિ કરી છે. આપણે પણ જિનવાણીને પ્રણમીને તેની સ્તવના કરીએ છીએ; કારણ કે જિનવાણી જ સંસારની ભવભ્રમણાને ટાળી શકે છે. જીવાત્માની સૌથી મોટી ભ્રમણા છે - ભવને નગર માનવાની, સ્વર્ગ માનવાની, સુંદર નગર યા તો ગ્રામ માનવાની... ભ્રમણા એટલે અસત્. ભ્રમણા એટલે જૂઠું ! જે નથી તે દેખાય છે... એ છે ભ્રમણા. રણપ્રદેશમાં જળ નથી હોતું તો પણ મૃગને જળ દેખાય છે, મનુષ્યને જળ દેખાય છે. એ ભ્રમણા છે. જળ હોતું નથી, છતાં જળ દેખાય છે, તે જળની - પાણીની ભ્રમણા છે. સંસાર નગર નથી, વન છે, ભીષણ વન. આ વાસ્તવિકતા છે. સંસારમાં સ્વર્ગનાં, નગરનાં દર્શન થાય છે તે ભ્રમણા છે, અસત્ય છે. સૌ પ્રથમ તો ભ્રમણામાંથી મુક્ત થવું જરૂરી છે. વાસ્તવિકતાનો સ્વીકાર કરવો આવશ્યક છે. તમે કહેશો ‘અમને આંખોથી નગર...શહેર દેખાય છે, ગામ દેખાય છે, તો પછી ભ્રમણા માનીએ કેવી રીતે?’ તમારી જ આંખોથી રણમાં પાણી દેખાય છે ને ? તે ભ્રમણા હોય છે ને ? આપણી આંખોથી જ શ્વેત વસ્તુ પીળી દેખાય છે ને ? તે પણ ભ્રમણા જ હોય છે ને ? આંખો ઉપર વિશ્વાસ ન કરો. જિનવચન ઉપર વિશ્વાસ કરવો પડશે. ‘જગસ્મિથ્યા' જે જગત દેખાય છે તે મિથ્યા છે, તે સ્વર્ગ નથી, નગર કે ગામ નથી... જંગલ છે, કાનન છે, વન છે. આ વાત એકાન્તે બેસીને વિચારજો ! આંખો બંધ કરીને અને મનઃચક્ષુ ખોલીને વિચારજો, સંસાર વન દેખાશે ! સંસાર ઘોર જંગલસમો લાગશે. આ કોઈ કવિની કલ્પના નથી, કોઈ દુઃખી મનુષ્યના ઉદ્ગારો નથી; આ પૂર્ણ જ્ઞાની, કરુણાસાગર તીર્થંકર પરમાત્માનાં વચનો છે, એટલા માટે આ વાત વિશ્વસનીય છે, શ્રદ્ધાગમ્ય છે. જ્ઞાનના આલોકમાં દેખાતું સત્ય છે. અવિરત આસવ-જલવર્ષા : આ ભવ-વનમાં નિરંતર વર્ષા થતી રહે છે - ‘આસવોની,’ વાદળોમાંથી વર્ષા થતી રહે છે. કલ્પનાના આલોકથી વરસાદની કલ્પના કરવાની છે. સંપૂર્ણ સંસાર શાન્તસુધારસ : ભાગ ૧ ૩

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 286