Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 75
________________ સંયમ કબ હી મિલે ? મને જે ગુરુ મળ્યા છે, તે નખશિખ સદ્ગુરુ છે અને એના જ કારણે મને મારા ભાવિની કોઈ જ ચિંતા નથી. મમ્મી, તારે તો કેટલું ખુશ થવાનું હોય ! કેટલું રાજીના રેડ થવાનું હોય ! કે તારા દીકરાનું કામ થઈ ગયું. શાસ્ત્રોએ જે સદ્ગુરુને શોધવા માટે સાતસો-સાતસો યોજન સુધી ભ્રમણ કરવાનું કહ્યું છે. શાસ્ત્રોએ જે સદ્ગુરુને શોધવા માટે બાર-બાર વર્ષ સુધી મહેનત કરવાનું કહ્યું છે. એ સદ્ગુરુ એવા કોઈ પ્રયાસ વિના મને પ્રાપ્ત થઈ ગયા છે. You can check Mummy, પણ આત્મસાક્ષીએ. એક માત્ર મારા આત્મકલ્યાણની ભાવનાથી. બાકી આજે એવી પણ મોહાધીન માતાઓ હોય છે, જેમને હકીકતમાં ભીતરનો મોહ સતાવતો હોય અને બહારથી કાળના | સંયમના / ગુરુના દોષ કાઢતી હોય, અને આડકતરી રીતે સંયમપ્રાપ્તિમાં અંતરાય કરવાનું પાપ કરતી હોય. But I know Mummy, You can't do so. મને પૂરો વિશ્વાસ છે કે તું સ્વાર્થને અને મોહને ફગાવીને ૭૫ જિનશાસનની શ્રાવિકાને છાજે એવું જ કામ કરીશ. તારી દૃષ્ટિ માત્ર ને માત્ર મારા હિત ઉપર જ હશે.

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84