________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૫૦ ]
[ સર્વસામાન્ય બતાવનાર હોવાથી શરણરૂપ છે, દુઃખી સંસારી જીવોને આશ્રયદાતા હોવાથી આધારરૂપ છે, સંસારરૂપ ખાડામાં પડતા જીવોને ટેકારૂપ છે, સર્વ પદાર્થોના સ્વરૂપને પ્રકાશિત કરનારા શ્રેષ્ઠ જ્ઞાન-દર્શન અર્થાત કેવલજ્ઞાન-કેવલદર્શનને ધારણ કરનારા છે, ચાર ઘાતી કર્મરૂપ આવરણથી મુક્ત છે, સ્વયે રાગ-દ્વેષને જીતનારા છે અને અન્યોને પણ રાગદ્વેષ જિતાડનારા છે, સ્વયં ભવસમુદ્રના પારને પહોંચેલા છે અને અન્યોને પણ પાર પહોંચાડનારા છે; સ્વયં જ્ઞાન પ્રાપ્ત થયેલ છે અને અન્યોને પણ પ્રાપ્ત કરાવનારા છે; સ્વયં મુક્ત છે અને અન્યોને પણ મુક્તિ પ્રાપ્ત કરાવનારા છે; સર્વજ્ઞ છે, સર્વદર્શી છે, તેથી ઉપદ્રવરહિત, અચલ, રોગરહિત, અનંત, અક્ષય, આકુળતા–વ્યાકુળતા રહિત અને પુનરાગમન રહિત એવા મોક્ષસ્થાનને પામેલા છે. સર્વ પ્રકારના ભયોને જીતનારા જિનેશ્વરોને નમસ્કાર હો.
| ઇતિ પ્રથમ પ્રતિક્રમણ
સ્વાધ્યાય એ પરમ તપ છે C ન ઈ. बारसविहम्मि य तवे अब्भंतरबाहिरे कुसलदिढे । ण वि अत्थि ण वि य होहिदि सज्झायसमं तवो कम्मं ॥६॥
(ભગવતી આરાધના–શિક્ષાધિકાર) અર્થ –પ્રવીણ પુરુષ જે શ્રી ગણધરદેવ તેમનાથી અવલોકન કરવામાં આવેલાં જે બાહ્ય-અભ્યતર બાર પ્રકારનાં તપ છે તેમાં સ્વાધ્યાય સમાન બીજું તપ કદી થયું નથી, થશે નહિ અને થતું નથી.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250