Book Title: Sardarni Vani Part 03
Author(s): Kumarpal Desai
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 37
________________ | ગુજરાતને ઓળખાવ્યો | બીજી મારી તમને સલાહ છે. ગુજરાતમાં આપણે આ યુગમાં ઘણાં વરસ ગાંધીજીનો ઉપદેશ સાંભળ્યો. ગાંધીજી એ ગુજરાતને દુનિયામાં ઓળખાવ્યો. આખી દુનિયાને હલાવે એવી દાંડીકૂચ કરી. એક લંગોટીવાળો માણસ સાબરમતીથી નીકળી સુરતને કિનારે મીઠું બનાવવા નીકળ્યો. ત્યાં મીઠું બનાવવા દીધું હોત તો શું જતું રહેવાનું હતું ? પ્રથમ તો અમલદારો હસતા હતા કે મીઠું બનાવવા નીકળ્યા ! પણ ત્યાં પહોંચતાં પહોંચતાં તો આખી સલ્તનતને ડોલાવી દીધી. દુનિયામાં બધા મુલક સ્વતંત્રતા સાચવવા કે મેળવવા તલવારથી લડાઈ કરે છે. હિન્દુસ્તાન તલવારથી લડવા નથી માગતું. એ તો દુનિયાનો ઇતિહાસ છે કે તલવારથી મેળવેલું તલવારથી જવાનું. સત્યથી મેળવેલું જતું નથી. ગાંધીજી કહે છે કે હિન્દુસ્તાનની સંસ્કૃતિ જુદી છે. એણે સ્વતંત્રતા તલવારથી ન મેળવવી. | વિશ્વવંદનીય ગાંધીજી | ગાંધીજી બહુ દૂર જૂએ છે. અમારી નજર એટલે નથી પહોંચતી. અમે ગાંધીજીના ઉપર બોજારૂપ નથી થવા માગતા, અંતરાયરૂપ થવા નથી માગતા. એ ઊડવા માગે છે, એટલું ઊડવાની અમારામાં શક્તિ નથી. ગાંધીજી કહે છે એ એક રસ્તો છે. બીજો રસ્તો હથિયારથી મુકાબલો કરવાનો છે. પણ ત્રીજો રસ્તો આપઘાતનો છે. પુસ્તકો વાંચ્યા કરો એથી કંઈ નહીં વળે. તમારી પાસે નવજવાની છે, એનો ઉપયોગ કરવાનો પૂરો અવકાશ છે. વિશ્વપ્રેમની ભાવના સેવતા હોઈએ તો આપણે | ઇંગ્લંડને બિનશરતે મદદ કરવી જોઈએ એ સિદ્ધાંતની દૃષ્ટિએ સાચું છે. પણ એમ કરવા જાઉં તો મારે સાધુ થઈને બેસી જવું જોઈએ. હું તો એવો પ્રેમ | મારા કુટુંબમાં પણ પ્રેરી નથી શકતો. ગાંધીને છોડીને કોંગ્રેસમાં કોઈએ એટલો વિશ્વપ્રેમ કેળવ્યો નથી. તેતી જ એ વિશ્વવંદનીય છે. [ ૭૩ ] - ૩૨ -

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41