________________
સ્નાતકોના ત્રણ વર્ગ | આજે હું જોઉં છું કે સ્નાતકોમાં ત્રણ વર્ગ પડી ગયા છે. એક વર્ગ એવો છે કે પોતાનાં ઘર ચલાવીને બેસી રહે છે.
બીજા વર્ગવાળા જાહેર જીવનમાં પડ્યા છે અને કમાણીનો ત્યાગ કરી મોટી કમાણી કરવા નીકળી પડ્યા છે, કે જેને માટે વિદ્યાપીઠ કાઢી હતી.
ત્રીજો વર્ગ આ બે વચ્ચે અટવાયા કરે છે. તેને તો કમાણીનો પણ મોહ છે અને સાથે જાહેરમાં આગળ પડવું છે. પહેલી રાડ પડી અને જેઓ અહી ભાગી આવ્યા તેઓ બહાદુર હતા, તેજસ્વી હતા. જ્યારે વિદ્યાપીઠનાં પૂર હઠતાં ગયાં ત્યારે આબોહવા પણ બદલાઈ અને તેમાં એવા પણ આવ્યા કે જેઓને બીજે સ્થાન ન હતું. એકાદ ગાંગડુ હોય તો શું થાય ? સો મણ લાકડાંમાં દાળ ઉકાળો તોપણ ગાંગડું કાંઈ ચઢવાનું નથી.
- મુંબઈના વેપારીઓને | આપણે તો મલબારહિલના બંગલા વેચી નાખવાના છે, એના પૈસા કરવાના છે, અને ગુમાસ્તા જેવી ચાલ સેક્રેટેરિયેટની સામે બાંધવી છે. એમાં જ શોભા છે. મુલકમાં કરોડો જે રીતે રહે છે તેવી જ રીતે પ્રધાનોએ પણ રહેવું જોઈએ.
પ્રધાનોએ પાંચસો રૂપિયાનો પગાર સ્વીકાર્યો છે. ગાંધીજી તો હજી પંચોતેર માટે કહે છે અને મોટરને બદલે સાઇકલની વાત કરે છે. એ બધું સાચું છે પણ આજનું વાતાવરણ જુદું છે.
આજે વાતાવરણ ધીમે ધીમે બદલાય તો છે. સાત પ્રાંતની સાથે બીજા પ્રાંતો પણ દારૂની બંધી પાછળ મંડવાના છે એ સારો માર્ગ છે. દારૂને માર્ગે જતો પૈસો બચશે. આ કાર્ય ત્રણ વર્ષમાં પાર પાડવાનો છે અને ખેડૂતોને મદદ કરવાની