________________
અર્થ એ નથી કે બીજાનો તિરસ્કાર કરીએ.
‘ગૃહસ્થનું એ ભૂષણ ન ગણાય. તેથી આપણા સ્નેહીઓને પણ મૂંઝવણ થાય. એ વિશે વિચાર કરી જ્યાં જ્યાં ભૂલ થતી હોય ત્યાં ત્યાં સુધારો.
‘કોઈને માઠું લાગવા જેવું લખ્યું હોય તો તેની માફી માગી તેની સાથે ભળી જજો અને તેનો પ્રેમ સંપાદન કરજો. કોઈની સાથે દુશ્મનાવટ ન કરજો. મને ખુલ્લા દિલથી લખો. કશું દુ:ખ ન લગાડશો.
‘મારો સ્વભાવ પણ એક વખત કડક હતો. પણ મને એ વિશે ખૂબ પસ્તાવો થયેલો છે. અનુભવથી તમને લખું છું.' ડાહ્યાભાઈએ આ પત્રના બધા ખુલાસા આપ્યા. એટલે સરદારશ્રીએ વત્સલતાભરી મીઠાશથી લખ્યું : ‘મને તો ખબર મળી એ તમને લખેલી હતી. આપણા સ્નેહીઓ આપણો દોષ બતાવે, તો તેનું દુ:ખ ન લગાડવું જોઈએ. તેનું દૃષ્ટિબિંદુ સમજવા પ્રયત્ન કરીએ; તેથી આપણને હંમેશાં લાભ થાય છે.
‘કોઈ આપણા ઉપર ઈર્ષાથી આરોપ મૂકતો હોય, તો આપણને દુ:ખ લાગે એમ બને. પણ તમારા સ્નેહીઓને જે લાગે તે એ મને જણાવે તેમાં તો ઈર્ષ્યા ન હોય. તેમના વિચારમાં દોષ ન હોય, તો તેમને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.’
Jain Education International
૪૭
For Personal & Private Use Only
www.jainelibrary.org