Book Title: Saral Gujarati Vyakaran
Author(s): Bharat Thakar
Publisher: Shabdalok Prakashan

View full book text
Previous | Next

Page 264
________________ ૩૪. વિરુદ્ધાર્થી શબ્દો વિરુદ્ધાર્થી માટે વિરોધાર્થી શબ્દપ્રયોગ પણ કરાય છે. વિરુદ્ધ એટલે ઊલટો અર્થ બતાવે તે વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય. વિરુદ્ધાર્થી શબ્દ બનાવવા માટે નીચેની એકાદ રીતનો ઉપયોગ કરી શકાય. (૧) મૂળ કરતાં સાવ જુદો જ શબ્દ આપી શકાય; જેમ કે, ઊંચ નીચે, ઊઠવું-બેસવું, આવરો-જાવરો (૨) શબ્દની આગળ “અ”, “અન” કે “અણ' જેવો પૂર્વગ લગાડાય; જેમ કે, છત-અછત, આચાર-અનાચાર, આવડત-અણઆવડત (૩) નકારનો અર્થ બતાવતો પૂર્વગ કે ઉપસર્ગ વપરાય; જેમ કે, કૃપા-અવકૃપા, માન-અપમાન (૪) જાતિ (લિંગ) બદલવામાં આવે; જેમ કે, રાજા-રાણી, સોની-સોનારણ, પતિ-પત્ની કેટલાક અગત્યના વિરુદ્ધાથી શબ્દો : અદ્વૈત x દ્વત . 'બાહ્ય X આંતરિક અખંડ x ખંડિત ભરતી X ઓટ અગમબુદ્ધિ x પચ્છમબુદ્ધિ ભૂચર X ખેચર અનધિકૃત x અધિકૃત માલિક X સેવક અથ X ઇતિ ઉન્નતિ x અવનતિ અર્વાચીન x પ્રાચીન ઉલાળ x ધરાળ અધોગતિ X ઊર્ધ્વગતિ એકદેશીય x સર્વદેશીય આપકર્મી x બાપકર્મી કાયમી X કામચલાઉ આરોગ્ય x અનારોગ્ય કાલ્પનિક X વાસ્તવિક આરોહ x અવરોહ કૌતુકપ્રિય x સૌષ્ઠવપ્રિય આસુરી x દૈવી કૃતજ્ઞ x કૃતઘ્ન. આસ્તિક x નાસ્તિક ક્રિયાશીલ x નિષ્ક્રિય ઇષ્ટ x અનિષ્ટ ક્ષણિક x શાશ્વત ઉત્તરાર્ધ X પૂર્વાર્ધ ખંડન X મંડન ઉદય x અસ્ત ખાનગી x જાહેર ૨૪૪

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272