Book Title: Sanskrit Bhasha Pradip
Author(s): Thakordas Jamnadas Panji
Publisher: Thakordas Jamnadas Panji

View full book text
Previous | Next

Page 349
________________ 34 કરતા હતા, અને સંસ્કૃત ભાષાની મહત્તા, માધુર્યતા અને લાવણ્યતામાં મુગ્ધ થયેલા કે વિદ્યામદથી ઉન્મત થયેલા બ્રાહ્મણોએ ન ઘરે ચાવ માપનમ એમ લખવાનું સાહસ પણ કીધું હતું ! કાળક્રમે જનસમાજ પ્રમાદને વશ થતાં સ્થિતિ બદલાઈ અને અવિદ્યા અંધકાર ફેલાતાં દેશમાં અનેક ભિન્ન ભિન્ન પ્રાકૃત ભાષાઓ, સેકડો ધર્મમત પંથે, હજારે જ્ઞાતિઓ અને પુષ્કળ વહેમની વૃદ્ધિ થઈ, પ્રજાના સાંસારિક રીત રીવાજે તથા આચાર વિચાર અને ધમ વગેરેમાં ઘણે તફાવત પડે, અને લેકેને પિતાની પૂર્વ દિશાનું તદ્દન વિસ્મરણ થયું એમ કહેવું અનુચિત ગણાશે નહીં એટલું જ નહીં પણ સસ્કૃત ભાષાનું મહત્વ સમજનારાં પૂર્વજેનાં વર્તમાન સંતાનેમાંથી ઘણાં હજુપણું સંસ્કૃત ભાષાને Dead Language મૃતભાષા તરિકે ઓળખાવે છે !! અંગ્રેજોના રાજ્ય શાસનની શરૂઆત થયા પછી દેશમાં પુનઃ કેળવણીનાં બીજ ઉગવા લાગ્યાં અને જ્ઞાનની સુવાસ ધીમે ધીમે તરફ ફેલાતી રહી છે. તે સાથે યુરેપિયન વિદ્વાને તથા આ દેશના પંડિતે દ્વારા સંસ્કૃત ભાષાના વિસ્તૃત સાહિત્યના પુન: રૂદ્ધાર માટે પણ જુદી જુદી દિશામાં પ્રયત્ન થવા ચાલુ છે. આ ગ્રંથ પણ તેવાજ શુભ ઉદ્દે શનું પરિણામ છે. ગ્રંથની ભૂમિકામાં પાણિનીય અષ્ટાધ્યાયીની ઉત્તિ સંબંધી જે કલ્પિત દંત કથા ગ્રંથકારે લખી છે તે તદ્દન અસંભવિત છે એમ કહ્યા શિવાય અમે રહી શક્તા નથી, કારણ કે મહર્ષિ પાણિનીયે ખુદ અષ્ટાધ્યાયીનાં તો મારા રા ૭-૨-દરા ટોપ ફાઉચરા ૮-૩-૨૧ ઈત્યાદિ ઘણાં સૂત્રોમાં પિતાની પૂર્વેના વ્યાકરણાચાર્ય ઋષિઓનાં નામ આપી તેમને મત દર્શાવ્યું છે તેથી તે એ સ્પષ્ટ માલમ પડે છે કે, પિતાની પૂર્વે રચાયેલાં તમામ વ્યાકરણને અનુભવ લીધા પછી જ તેમણે જગદ્વિખ્યાત પાણિનીય અધ્યાયી નામના અદભૂત વ્યાકરણની રચના કરી છે. તાંડવ નૃત્ય કરતાં શિવ ભગવાનને ડમરૂથી અવાજ કરતાં સાંભળી તે. અવાજને વ્યાકરણના સંબંધનાં સૂત્ર તરીકે ઓળખી અષ્ટાધ્યાયી રચી એમ લખવા કરતાં. કદાચ શિવ નામના કેઈ વ્યાકરણાચાર્ય પાસે અધ્યયન કર્યા પછી અષ્ટાધ્યાયી બનાવી એવું લખ્યું હતું તે તે સંભવિત ગણાત. આશા છે કે ગ્રંથકર્તા દ્વિતીયાવૃત્તિમાં ઘટતે સુધારે કરશે. એકંદરે આજ સુધી ગુજરાતી ભાષાદ્વારા સંસ્કૃત શિખવાનાં સાધનરૂપ માર્ગોપદેશિકા, લઘુકેમુદી વગેરે પુસ્તકમાં આ એક અત્યુત્તમ શ્રેષ્ઠ પુસ્તકને વધારે થયે છે. પુસ્તક રચવામાં તથા તેને શુદ્ધ અને સારા કાગળ ઉપર છાપી પ્રગટ કરવામાં કર્તાએ ઘણેશ્રમ લીધે જણાય છે, તે પણ સર્વ સાધારણ તેને લાભ લઈ શકે એટલા માટે તેનું મુલ્ય જે ત્રણ રૂપીઆ રાખવામાં આવ્યું છે તે ઘટાડવાની અત્યંત આવશ્યક્તા છે. સંસ્કૃત શિખવાની જીજ્ઞાસુ તેમજ સંસ્કૃતના અભ્યાસીઓને આ પુસ્તકની એક પ્રત સંગ્રહ કરવા અમે ખાસ ભલામણ કરીએ છીએ. સોમવાર, તારીખ ૨૪-૧૦-૧૯૧૦ ના મુંબઈના “મુંબઈ સમાચાર” પત્રમાં આવેલે મત. ' સંસ્કૃત ભાષા પ્રદીપ. મી. ઠાકરદાસ જમનાદાસ પંજી તરફથી તેમણે રચેલું “સંસ્કૃત ભાષા પ્રદીપ' નામનું પુસ્તક અભિપ્રાય માટે અમારા તરફ મેકલવામાં આવ્યું છે જેની અમે ઘણી ખુશાલી સાથે પહોંચ સ્વીકારીએ છીએ. આ પુસ્તકમાં સંસ્કૃત ભાષાનું ગુજરાતી ભાષાની અંદર વ્યાકરણ આપવામાં આવ્યું છે અને તેમ કરવાને મી પંજીને ઉદ્દેશ એટલેજ છે કે સંસ્કૃત કે જે સ્કૂલે તથા કોલેજના વિદ્યાથીઓમાં એક ઘણું કઠિન વિષય ગણાય છે તેમાં બનતી સરળતા

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366