________________
હan – ૪: સંસારનું સર્જન રાગથી, વિસર્જન ત્યાગથી ૧ – ૫૭
૧. મનને બરાબર જાણ્યા વિના જો દીક્ષા ન જ દેવાય તો વિશિષ્ટ - જ્ઞાનીઓના કાળ સિવાયના કાળમાં શાસન રહે જ નહિ અને એ વાત તો સ્પષ્ટપણે આગમવિરુદ્ધ છે, કારણ કે, પ્રભુઆગમ પાંચમા આરાના અંત સુધી શાસન રહેવાની ઉદ્ઘોષણા કરે છે.
૨. બીજી વાત એ છે કે, ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજને અજ્ઞાન કહેનાર ખુદ જ અજ્ઞાન છે, કારણ કે, ભગવાન શ્રી ગૌતમસ્વામીજી તો ચાર જ્ઞાનને ધરાવતા હતા અને દ્વાદશાંગીના સ્વયં રચયિતા હતા. ભગવાન શ્રી ગૌતમ મહારાજા ભવ્ય જીવોના લાભ અર્થે પ્રશ્નો કરતા. એવા પરમજ્ઞાની પરમર્ષિ અને પ્રભુશ્રી વીરના શાસનમાં શિરતાજ તરીકે શોભતા તથા પચાસ હજાર કેવલજ્ઞાની ઋષિઓના ગુરુ તરીકે પ્રસિદ્ધિને પામેલા, અનેક લબ્ધિસંપન્ન એ પ્રથમ ગણધર દેવને “અજ્ઞાન' શબ્દથી સંબોધતાં એ ચરણદાસનું હૃદય કંપી કેમ નહિ ઊઠ્ય હોય ? એ પરમર્ષિને પણ અજ્ઞાન કહેવાની કળા, એ કયા ગુરુની પાસે શીખ્યો ? ખરેખર, આવા આત્માઓ માટે કહેવાય પણ શું? જેઓ તદ્દન વિવેકહીન હોય તેઓને આ શાસન સમજાય પણ શી રીતે ?
૩. ત્રીજી વાત મિથ્યાદૃષ્ટિને દીક્ષા આપવા અંગે છે. મિથ્યાષ્ટિપણામાં દીક્ષા લેવા છતાં પણ ગુર્વાશાને આધીન થઈને આરાધના કરનારા અનેક આત્માઓ આજ સુધીમાં પોતાનું કલ્યાણ કરી ગયા.
મિથ્યાદૃષ્ટિ હોવા છતાં પણ જે આત્માનું મિથ્યાત મંદ પડ્યું હોય, એના યોગે સંસાર એને હેય લાગતો હોય, મોક્ષ મેળવવાની ઝંખના હોય, સ્વીકારેલાં વ્રતોને પાળવાની પૂરેપૂરી તૈયારી હોય અને ગુરુ પ્રત્યે સમર્પણભાવ હોય તો એવા આત્માને દ્રવ્યથી પણ સમ્યક્ત્વનો આરોપ કરી દીક્ષા આપવાનું જૈનશાસનમાં વિધાન છે. વળી વર્તમાનમાં વિશિષ્ટ કક્ષાનું જ્ઞાન ન હોવાને કારણે કયો જીવ મિથ્યાદષ્ટિ છે અને કયો જીવ સમ્યગુદૃષ્ટિ છે, કયો જીવ ભવ્ય છે કે કયો જીવ અભવ્ય છે એનો એકાંત નિશ્ચય થઈ શકે નહિ અને જ્યાં સુધી તેવો નિશ્ચય ન થાય ત્યાં સુધી દીક્ષા ન અપાય તો માર્ગનો વિચ્છેદ થઈ જાય. માટે આજના કાળમાં બાહ્ય લક્ષણો જોતાં યોગ્ય જણાય તો એને દ્રવ્યથી સમ્યક્ત્વનો આરોપ કરીને પણ દીક્ષા આપવાનું વિધાન છે એવું પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે અધ્યાત્મસારમાં ફરમાવ્યું છે.
આ રીતે બાહ્ય લક્ષણોથી પરીક્ષા કરવા છતાં છબસ્થ અવસ્થાના કારણે પરીક્ષકની ભૂલ થાય અને તેમાં કોઈ ગાઢ મિથ્યાદૃષ્ટિ કે અભવ્ય જીવ પણ